સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

જૂનાગઢ એબીવીપીનું જીલ્લા સંમેલન ‘છાત્ર ઉદ્દઘોષ' યોજાયું

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૫ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ જિલ્લાનું જીલ્લા સંમેલન ‘છાત્ર ઉદ્દઘોષ ' કળષિ યુનિવર્સીટી ખાતે યોજવામાં આવ્‍યું હતું. જેમાં સમગ્ર જીલ્લાના વિદ્યાર્થીઓ તેમજ યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. સંમેલનમાં મુખ્‍ય વક્‍તા પુ. શ્રી શીલનિધિ સ્‍વામી તેમજ શૈલેશભાઇ સગપરીયા હાજર રહી યુવાનોને વ્‍યસન મુક્‍ત જીવન અને ઉર્જાવાન યુવાનો બને તેમજ રાષ્‍ટ્રના નવનિર્માણ માટે કાર્ય કરે. તેમજ યુવાનોને યોગ્‍ય દિશા મળે તેવું માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. ABVP એ હંમેશા વિદ્યાર્થી હીત માટે તેમજ સમાજના ગંભીર પ્રશ્‍નોનું નિરાકરણ લાવતું રહ્યું છે. ત્‍યારે આ જીલ્લા સંમેલનમાં જુનાગઢ જીલ્લા શૈક્ષણિક તેમજ સામાજીક પ્રશ્‍નોને ધ્‍યાને લઇને પ્રસ્‍તાવ પારિત કરવામાં આવ્‍યા. જેમાં જુનાગઢ જીલ્લા સંયોજક જેનીશભાઈ ભાયાણી એ જુનાગઢ જીલ્લાના પ્રશ્‍નોને ધ્‍યાને લઇ પ્રસ્‍તાવ કર્યા હતા.

 જેમાં શૈક્ષણિક પ્રસ્‍તાવમાં જીલ્લામાં વિદ્યાર્થીઓને રહેવા માટે સમરસ છાત્રાલાયો બનવવામાં આવે, મહાનગર પાલિકા દ્વારા લાઈબ્રેરી બનાવવામાં આવે, ગ્રામ્‍ય વિસ્‍તારના વિદ્યાર્થીઓને ST બસની પૂરતી અને યોગ્‍ય સગવળ આપવામાં આવે, તેમજ નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં ઘટતા વિભાગો ચાલુ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી. સાથે સામાજિક પ્રસ્‍તાવમાં યુવાનોને રોજગારીની તક મળે તે માટે પુરતાસ્ત્રોત આપવામાં આવે, જૂનાગઢ જીલ્લાના ગામડામાં ખેતી લાયક પાણી માટે તેમજ જળ સરક્ષણ માટે તળાવો ઊંડા કરવામાં આવે, ડ્રગ્‍સ જેવા વ્‍યસનના દુષણને રોકવા વેચાણ કરતા માફિયા ઉપર કડક પગલાં લેવામાં આવે અને વિદ્યાર્થી ભય મુક્‍ત શીક્ષણ મેળવી શકે માટે પોલીસ તંત્ર કાર્ય કરે તેવી માંગ કરવામાં આવી હતી.

આ પ્રસ્‍તાવ જૂનાગઢ જીલ્લા સંયોજક જેનીશભાઈ ભાયાણી દ્વારા મૂકી માંગ કરવામાં આવી હતી. સંમેલન દરમિયાન વિશેષ ABVPના ગુજરાત પ્રદેશના સહ મંત્રી સંદીપસિંહ જાડેજા, તેમજ  સહ મંત્રી સમર્થ ભાઈ હાજર રહ્યા હતા. ABVPના જૂનાગઢ વિભાગના સંયોજક કપિલસિંહ ડોડીયા, જીલ્લા સંયોજક જેનીશ ભાઈ ભાયાણી, સહીત જીલ્લાના પ્રમુખ કાર્યકર્તા સાથે બહોળી સંખ્‍યામાં યુવાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા

(11:00 am IST)