સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

ઉપલેટા કિસાન સભા દ્વારા દિવસે વીજળી આપવા માંગ

ઉપલેટા : રાજકોટ જિલ્લા કિસાન સભા દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવા માટેની સરકારશ્રીની કિસાન સૂર્યોદય યોજના ની અમલવારી કરવાની માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્‍યું આવેદનપત્ર રજૂ કરતા માંગ કરવામાં આવી કે રાજ્‍ય સરકારે આ યોજનાનો સ્‍વીકાર કરી ૩૬૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ વાપરી નાખવામાં આવી છે છતાં પણ આ યોજનાની અમલવારી થઈ નથી તેને પરિણામે ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાત્રિનો વીજ પાવર આવતો હોય ખેતરમાં પાણી માટે જવું પડે છે તેમજ વર્તમાન સમયમાં જંગલી રાની પશુઓ નો ત્રાસ વધી ગયો હોય એવી પરિસ્‍થિતિમાં ખેડૂતોને ભયભીત સ્‍થિતિમાં રાત્રે પાણી માટે મજબૂર થવું પડે છે ત્‍યારે ખેડૂતો સરકારે ચૂંટણીમાં આપેલ વચન મુજબ આ યોજનાનો અમલવારી કરવા મુખ્‍યમંત્રીએ તંત્ર ઉપર આદેશ કરવા જોઈએ એવી માંગ કરે છે  આવેદનપત્ર રજૂ કરવાના કાર્યક્રમમાં કિસાન સભા રાજકોટ જિલ્લા પ્રમુખ કાળાભાઈ બારૈયા ગોરધનભાઈ સિહોરા દેવનભાઈ વસોયા કેશુભાઈ સિંહોજીયા ભરતભાઈ સાવલિયા કાનાભાઈ ચંદ્રવાડીયા તથા ધીરુભાઈ માકડીયા સહિતના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:37 am IST)