News of Wednesday, 25th January 2023
વાંકાનેરના નવા ઢુવામાં લુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ
(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.રપ : આગામી ગુરૂવારે દેશના ૭૪માં પ્રજાસતાક પર્વ અંતર્ગત વાંકાનેર તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ નવા ઢુવા, પ્રાથમીક શાળા ખાતે યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા મુજબ સવારે નવ વાગ્યે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી અને નાયબ કલેકટર, એ.એચ.શિરેસિયાના વરદ હસ્તે ધ્વજવંદન થશે. ૯-૦૩ થી ૯-૧૩ સુધી તેઓશ્રીનું ઉદબોધન બાદમાં ૯.પ૮ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ બાદમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન બાદ ૧૦ વાગ્યે પ્રાથમીક શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ થશે. તેમ એક યાદીમાં મામલતદારશ્રી યુ.વી.કાનાણીએ જણાવ્યું હતુ.
(11:42 am IST)