સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

કાલે સૌરાષ્ટ્ર - કચ્છમાં છવાશે દેશભકિતનો માહોલ : પ્રજાસત્તાક પર્વ

ધ્વજવંદન, દેશભકિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમોનું સર્વત્ર આયોજન

ભાવનગરમાં પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ યોજાયુ હતું તે નજરે પડે છે. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી - ભાવનગર)

રાજકોટ તા. ૨૫ : કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રજાસત્તાક પર્વની દેશભકિતના માહોલમાં ઉજવણી કરાશે. સર્વત્ર ધ્વજવંદનનું આયોજન કરાયું છે.

ધ્વજવંદન, દેશભકિતના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. ભાવનગર (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ૭૪માં પ્રજાસત્ત્।ાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં તળાજા ખાતેનાં આઇ.ટી.આઇ. ખાતે સવારે ૯ કલાકે યોજાનાર છે.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૃં રીતે યોજાય તે માટેનું રિહર્સલ જિલ્લા કલેકટર ડી.કે.પારેખની રાહબરી હેઠળ તળાજા આઇ.ટી.આઇ. ખાતે યોજવામાં આવ્યું હતું.

આ રિહર્સલમાં કલેકટરશ્રીએ મંત્રીશ્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, મંત્રીશ્રી દ્વારા ઉદબોધન, વૃક્ષારોપણ સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું.

કલેકટરે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પરેડ નિહાળી હતી. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારી- અધિકારીઓ, પત્રકારો, નાગરીકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારૃ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી.

જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ સંપન્ન કરી તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રિહર્સલમાં ટ્રાફિક પોલીસ, પુરૃષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન, એન.સી.સી. કેડેટ્સ, સ્ટુડન્ટ પોલિસ કેડેટ્સ સહિતનીઙ્ગ ટૂકડીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી.

આ પ્રસંગે પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ, તળાજા પ્રાંત અધિકારી વિકાસ રાતડા, ઇ.ચા. તળાજા મામલતદાર કિરણભાઈ ગોહિલ સહિતનાં જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ટંકારા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા : ભારતના ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે આવતીકાલે ગુરૃવારના રોજ સવારે ૯ કલાકે સજજનપર ગામે ટંકારા મામલતદાર કે.જી. સખીયાના વરદ હસ્તેઙ્ગ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મામલતદારઙ્ગ દ્વારા પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવાશે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ ખંભાળીયામાં ભાણવડ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે નવ વાગ્યે કરવામાં આવશે.

આ ઉજવણીના આયોજન અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગઇકાલે મંગળવારે એક રીહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રીહર્સલ પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર એમ.એ.પંડયાએ સાંસ્કૃતિક કાર્યક્રમો, બેઠક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા સહિતની બાબતે અધિકારીઓને જરૃરી સુચનો પણ કર્યા હતા.

આ રીહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા સહિત જુદા-જુદા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:51 am IST)