જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે માણાવદરના બુટલેગર લખન ઉર્ફે લખો ઇછુડાએ મંગાવેલ ૧૮ પેટી દારૂ ઝડપી લીધો
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રપ : રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને માણાવદરના લખમણ ઉર્ફે લખમણ અરજણભાઇ ઇછુડાએ પોતાના હવાલાના ટ્રક રજી. નં.જી.જે.૦૯.ઝેડ-૧૪૬૬ વાળીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પોતાના સાગરીતો મારફતે મંગાવેલ દારૂ જપ્ત કર્યો છે.
પોલીસે વિનય અરવિંદભાઇ શોભાસણા ઉ.વ.રપ રેહ. માણાવદર, ગાયત્રી મંદિર પાસે, દ્વારકાપુરી પાવર હાઉસ પાસે, મુળ ગામ વેળવા તા.માણાવદર અને અજીત અરજણ હાડગરડા ઉ.વ.૧૯ રહે. માણાવદર ગાયત્રી મંદિર પાછળ, કામદાર સોસાયટીની ધરપકડ કરી છે. લખમણ ઉર્ફે લખો અરજણભાઇ ઇછુડા રહે. માણાવદરની શોધખોળ હાથ ધરી છે. કુલ રૂા.૮,૧૬૦૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાચના પો. ઇન્સ. શ્રી જે.એચ.સિંધવ તથા પો.સ.ઇ.શ્રી. જે.જે.ગઢવી તથા એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, નિકુલ એમ.પટેલ તથા પો. હેડ કોન્સ. પ્રકાશભાઇ ડાભી, જીતેષ મારૂ તથા દિપકભાઇ બડવા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.