સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

બોટાદની દેવીપૂજક સમાજની માસૂમ દીકરીને ન્‍યાય અપાવવા જામકડોરણામાં રેલી કાઢી આવેદનપત્ર અપાયું

જામકંડોરણા : બોટાદમાં દેવીપૂજક સમાજની માસુમ ઠીકરી પર દુષ્‍કૃત્‍ય કરી મોતને ઘાટ ઉતારી દેનાર હત્‍યારાને ફૉસીની સજા આપી ન્‍યાય આપવા અંગે જામકંડોરણામાં દેવીપૂજક સમાજ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યં હતું. જેમાં માંગ કરેલ છે કે ગબોટાદમાં ગરીબ પછાત દેવીપૂજક સમાજની ૯ વર્ષની માસૂમ દીકરી કપાયેલ પતંગ પાછળ દોડી રહેલ તે સમયે બાળકીને નરાધમે લલચાવી ફોસલાવી બોટાદના ઢાંક્‍ણીયા રોડ ઉપર આવેલ આઈ.ટી.આઈ. પાછળ ફુલવાડી તરીકે ઓળખાતા વિસ્‍તારમાં આવેલ ખંઢેર કવાટરમાં લઈ જઈ  દુષ્‍કૃત્‍ય કરી મોતને ઘાટ ઉતારેલ છે. બાળકી સાથેના આ કમકમાટીભર્યા દુષ્‍કળત્‍ય અને હત્‍યાના કારણે સમાજમાં ખુબ આક્રોશ વ્‍યાપેલ છે. આ અમાનવીય બનાવમાં માસુમ બાળકોના બળાત્‍કારી અને હત્‍યારા વિરૂધ્‍ધ નિષ્‍પક્ષપણે અને ઉંડાણપૂર્વક તપાસ કરી ગુનામાં પકડાયેલ આરોપી સામે ન્‍યાયીક કાર્યવાહી પૂર્ણ કરી દોષીતને ફૉસીની સજાની માંગ કરવામા આવેલ છે. અ& રેલી તથા આવેદનપત્ર આપતી વેળાએ  મોટી સંખ્‍યામાં દેવીપૂજક સમાજના ભાઈઓ,યુવાનો અને બહેનો જોડાયા હતા.(તસ્‍વીર-અહેવાલ : મનસુખભાઇ બાલધા જામકંડોરણા)

(1:27 pm IST)