સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

વેરાવળના વેપારીએ વ્‍યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીધીઃ ગંભીર

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૫: વેરાવળ મોટી શાક માર્કેટ પાસે પ્રોવીઝન સ્‍ટોરની દુકાન ધરાવતા વેપારીએ વ્‍યાજખોરોના ત્રાસ ઝેરી દવા પી જતા ગંભીર હાલતમાં જુનાગઢ ખસેડેલ છે.

વેરાવળ મોટી શાક માર્કેટ પાસે વિકાસ પ્રોવીઝન સ્‍ટોરના વેપારી હારૂન અબ્‍દુલકરીમ નાખવા એ ર૦૧૮/૧૯માં એચડીબી બેંકમાંથી ધંધા માટે મકાન મોર્ગેજ મુકી પાંચ લાખની લોન લીધેલ હતી તેના હપ્‍તા આઠ માસથી ભરાયેલ ન હોય જેથી બેંક માં ફરજ બજાવતા જીતુ ઉર્ફે મયુરગીરી રહે.આદ્રી એ દુકાને આવી જેમ તેમ ગાળો આપી અઢી લાખ રૂપીયા ભરવા પડશે પૈસા માંગતા હોય તેમજ જાનથી મારી નાખવની ધમકી આપેલ હોય દાદાગીરી કરતા હોય તેમજ સુપાસી ગામે રહેતા જગા રામા બારડ પાસે રૂા.૧,૩૦,૦૦૦ વ્‍યાજે લીધેલ હોય તેના રૂા.૩,૬૪,૦૦૦ ચુકવી દીધેલ હોય તેમ છતા કોરા ચેક મા રૂા.૪,૦૦,૦૦૦ રકમ ભરી કેસ કરેલ હોય દાદાગીરી કરતા હોય તેમજ ધમકી આપતા હોય બન્‍નેના ત્રાસથી ઝેરી દવા પી જતા ગંભીર હાલતમાં જુનાગઢ સારવારમાં ખસેડેલ છે.

તપાસનીશ અધિકારી પી.એસ.આઈ વાધેલા એ જણાવેલ હતું કે બેંકના નિયમો પ્રમાણે ચડત રકમ માટે માંગણી કરવી પડે ધમકી આપી શકે નહી જો કર્મચારી અથવા એજન્‍ટ દ્રારા ખોટી દાદાગીરી થતી હોય તેની સામે પણ ફરીયાદ નોધાવી શકે છે તપાસ બાદ હકીકત જાણવા મળશે.

(2:49 pm IST)