સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

સાવરકુંડલાના નિવૃત કર્મચારી સજાતીય સંબંધમાં લલચાઇને ગેંગનો ભોગ બન્યા

ભકિતમય જીવન પસાર કરવાના સમયે

સાવરકુંડલા, તા., ૨૫: સાવરકુંડલામાં નિવૃત થયેલા પ૮ વર્ષીય હોમોસેકસ્યુઅલ રૃચી ધરાવતા હોવાને કારણે ફેસબુક ઉપર સર્ચ કરતી વખતે ગુજરાતી ટોપ નામના આઇડી સાથે ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારી હતી. ત્યાર બાદ મેસેન્જર દ્વારા હોમોસેકસની અરસ પરસ ચર્ચા શરૃ થઇ. ગુજરાત ટોપ નામનું એકાઉન્ટ દામનગરના આસીફ ઉર્ફે કડી દિલાવર શમા (રહે. વીરડી, તા. ગારીયાધાર) નુ હતું. આ સંબંધ આગળ વધતા બન્નેએ પોતાના મોબાઇલ નંબરની આપ-લે કરી અને વોટસએપથી હોમોસેકસને લગતા બીભત્સ મેસેજોથી એકબીજાના સંપર્ક વધતા આસીફ દિલાવર શમાએ દામનગર પાસે પાડરશિંગા વાડીએ બોલાવેલ અને હનુ પોતાની મારૃતી બોલેનો ગાડી  લઇને ત્યાં પહોંચ્યા હતા. ત્યારે આસીફ ત્યાં રોડ ઉપર રાહ જોઇને બેઠો હતો. તે ગાડી ત્યાં મુકાવી બન્ને જણા ચાલીને નદીના પુલ નીચે ગયેલ અને આસીફે બીભત્સ વર્તણુક શરૃ કરી, સેકસ્યુઅલ હરકતો ચાલુ હતી તે દરમિયાન અગાઉથી ઘડેલ ષડયંત્ર મુજબ આસીફના મિત્રો, જીતુ ઉર્ફે ભતીયો ભીમા વાઘેલા, વિપુલ કેશુ વાઘેલા (બન્ને રહે. મોરબા, તા. ગારીયાધાર) આસીફ અશરફ કુરેશી (રહે. વીરડી, તા. ગારીયાધાર) ઓચિંતા આવી ચડીને મોબાઇલમાં વિડીયો ઉતારી લીધો હતો અને ત્યાર બાદ દબાવવા લાગ્યા કે તે અમારા મિત્ર સાથે સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય કર્યુ છે. માટે અમે પોલીસ ફરીયાદ કરીશું. જો તારે સમાધાન કરવુ હોય તો એક લાખ રૃપીયા આપવા પડશે. ત્યાર બાદ આ ચારેય આરોપીએ પોતાની સાથે એટીએમમાં લઇ જઇ તેમના એકાઉન્ટમાંથી રૃા. ૩૦,૦૦૦ કાઢી લીધેલ અને તેમની ગાડીમાં રહેલ રોકડા રૃપીયા ૩૦,૦૦૦ પણ લુંટી લીધેલ. ત્યાર બાદ બે દિવસ પછી આ જીતુ વાઘેલા અને વિશાલ વાઘેલા સાવરકુંડલામાં ઘેર આવી બાકીના રૃા. પ૦,૦૦૦ની માંગણી કરેલ અને જો નહી આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ.

અત્યારે પૈસાની સગવડતા ન હોવાનું અને વ્યવસ્થા થાય ત્યારે આપશે એવુ કહેતા બન્ને જતા રહેલ. પછી મનમાં ે મનમા મુંજાતા  વ્યકિતએ પોતાના મિત્ર અશોક શિવલોચનરામને કહેતા તેણે ડર્યા વગર ફરીયાદ કરવાનું કહેતા દામનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે કલમ ૩૮૯, ૩૮૪, પ૦૬(ર), ૧ર૦, બી૩૪ હેઠળ ગુન્હો નોંધી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નાયબ પોલીસ અધિક્ષક ભંડેરીના માર્ગદર્શન નીચે, દામનગર પોલીસ સબ ઇન્સ્પેકટર હરપાલસિંહ ગીરવાનસિંહ ગોહીલ તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ચંદુભા સોલંકી, પો.કો. વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ,  પો.કો. વિજયભાઇ મકાભાઇ ભાડલીયા, પો.કો. પ્રકાશભાઇ નારણભાઇ ધાંધલાએ ત્વરીત કામગીરી કરી ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી પાડયા હતા. આ ચારેય પૈકી જીતુ ઉર્ફે ભતીયો વાઘેલાનાં પાલીતાણા ટાઉન, વંડા પોલીસ સ્ટેશન, સોનગઢ, સુરત, વરાછા, અમદાવાદ, લાઠી, જેતપુર, ગારીયાધાર સહીત અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલા છે.  ગુજરાત પોલીસ વિભાગ દ્વારા અવારનવાર ચેતવણી આપવામાં આવે છે કે કોઇ અજાણી વ્યકિતઓ સાથે સોશ્યલ મીડીયામાં પરીચયથી આંધળો વિશ્વાસ ન મુકવો પરંતુ લોભામણી અને લલચામણી અને એમાંય અકુદરતી વ્યભિચાર જેવી બાબતો માણસને આંધળો બનાવી દે છે તેને તે જ દેખાય છે એટલે ભોગ બને છે. (પ્રતાપભાઇ ખુમાણ-સાવરકુંડલા)

(1:29 pm IST)