મચ્છીના કેરેટની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૃનો જથ્થો પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ
વિદેશી દારૃ સાથે એકની ધરપકડ તેની તસ્વીર. (દિપક ક્કકડ-વેરાવળ)
(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ૨૫: જુનાગઢ રેન્જ આઇજીપી મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાનાઓએ જીલ્લામાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્તાનાબુદ કરવા સુચના કરેલ હતી.
જે અનુસંધાને એલસીબીના પો.ઇન્સ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી તથા એએસઆઇ લાલજીભાઇ બાંભણીયા પો.હેડ કોન્સ. નટુભા બસીયા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે પ્રાંચી સરસ્વતી નદીના પુલ પાસે મહીન્દ્રા બોલેરોમાં મચ્છીના કેરેટમાં છુપાવેલ ઇંગ્લીશ દારૃનો જથ્થા સાથે નીચે જણાવેલ વિગત મુજબના ઇસમને પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેેસ કરી સુત્રાપાડા પો.સ્ટે. ગુ.ર.નં. પ૬/ર૦ર૩ પ્રોહી. ક. ૬પ ઇ. ૮૧,૯૮ (ર) ૯૯ વિ. મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે વિજય સામજીભાઇ કોટીયા ઉ.વ.ર૬ ધંધો ડ્રાઇવીંગ રહે. ધામળેજ પ્રાર્થના મંદીરની બાજુમાં તા.સુત્રાપાડા જી. ગીર સોમનાથની ધરપકડ કરી છે. (ર) તરૃણ મનજીભાઇ રહે. વેરાવળ ભાલકાની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે વિદેશી દારૃ જુદી જુદી બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ ૩૬ મળી કુલ કિ. રૃ). રપ,ર૦૦, મહેીન્દ્રા કંપનીની બોલેરો કી. રૃા. ૪,૦૦,૦૦૦, મોબાઇલ નંગ ૧ કી. રૃા. ર૦૦૦ કુલ મુદામાલ કિ. રૃા. ૪,ર૭,ર૦૦ જપ્ત કર્યો છે.
આરોપી વિજય સામજીભાઇ કોટીયા વિરૃધ્ધ અગાઉ કોડીનાર પો.સ્ટે. ગુ.ર.નં. ૯૮પ/ર૦રર પ્રોહી. ક.૬૬(૧) બી, ૮પ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
આ કામગીરી એલસીબી પો.ઇન્સ. એ.એસ.ચાવડા, પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા એએસઆઇ મેસુરભાઇ વરૃ, લાલજીભાઇ બાંભણીયા, રામદેવસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી, નટુભા બસીયા, શૈલેષભાઇ ડોડીયા, ભુપેન્દ્રસિંહ ચાવડા, પો.કોન્સ. ઉદયસિંહ સોલંકી તથા ડ્રા. પો.કોન્સ. નરેન્દ્રસિંહ પરમારે કરી છે.