સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

જૂનાગઢ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઓગસ્ટ કોમ્ટની જન્મજયંતિની ઉજવણી કરાઇ

જૂનાગઢ : ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,  સમાજશાસ્ત્ર ભવન દ્વારા આજરોજ સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોમ્ટની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ સંદર્ભે મૂળ ફ્રાન્સના અને ઈ.સ.૧૮૩૮ માં સમાજશાસ્ત્રનું નામકરણ કરનાર તથા સમગ્ર વિશ્વને પ્રત્યક્ષવાદનો વૈજ્ઞાનિક સિદ્ધાંત આપનાર ઓગસ્ટ કોમ્ટ વિષે અલગ અલગ થીયરી ઉપર વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે  ભવનના વિદ્યાર્થીઓએ કેક કટીંગ કરીને ઓગસ્ટ કોમ્ટના જન્મદિનની ઉજવણી કરી હતી. ભવનના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.   સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો) ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. જયસિંહ ઝાલા, ડૉ.પરાગ દેવાણી, ડૉ.ઋષિરાજ ઉપાધ્યાય તથા પીએચ.ડી. સ્કોલર્સ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:38 pm IST)