સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

પંચાયત સિંચાઈ વિભાગ જામનગર હસ્‍તકના ચેકડેમ, તળાવ, નાની સિંચાઈ યોજનાઓને થયેલાં નુકશાનના કાયમી મરામતના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજુરીઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલ

નુકસાનના કાયમી મરામત માટે જામનગર, જોડિયા, ધ્રોલ અને કાલાવડ તાલુકાના ગામોનો સમાવેશ કરાયોઃ વિવિધ કામો તેમજ શિડ્‍યૂલ કાસ્‍ટ કમ્‍પોનન્‍ટ હેઠળ રૂ.૧૬૮.૨૯ લાખ તેમજ રીપેરીંગ એન્‍ડ સ્‍ટ્રેન્‍ધનીંગ વર્ક ઓફ ચેકડેમ હેઠળ રૂ.૧,૯૩,૨૪,૮૭૩ના ખર્ચની સૈદ્ધાંતિક મંજુરી અપાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: જામનગર જિલ્લાના નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા તેમજ કલ્‍પસર વિભાગ હેઠળ રાજકોટ પંચાયત સિંચાઈ વિભાગ જામનગર હસ્‍તકના ચેકડેમ/તળાવ/નાની સિંચાઈ યોજનાઓને થયેલાં નુકસાનના કાયમી મરામતના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. જામનગર, જોડિયા, ધ્રોલ અને કાલાવડ તાલુકાના ગામોનો સમાવેશ કર્યો હોવાનું કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્‍યું છે.    

ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ચેકડેમો તથા સિંચાઈના સાધનોને ભારે નુકશાની થઈ હતી. મંત્રીશ્રીએ લોકસંપર્ક અને સ્‍થળ નિરીક્ષણ કરીને વિવિધ ચેકડેમ અને સિંચાઈના સ્ત્રોતની સમીક્ષા કરી હતી. આ સમીક્ષામાં મંત્રીશ્રીએ નુકશાન પામેલ કામોની વિગતો તૈયાર કરાવી તાત્‍કાલીક અસરથી તેની મરામતની કામગીરી શરૂ કરવા ઉચ્‍ચકક્ષાએ સૂચના આપી હતી. જે અનુસંધાને પંચાયત સિંચાઈ વિભાગ જામનગર જીલ્લાના જામનગર, જોડિયા, ધ્રોલ અને કાલાવડના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજુરી આપી છે.

જેમાં જામનગર તાલુકાના પરમેનેન્‍ટ રેસ્‍ટોરેશન ઓફ ચાવડા પી.ડી.(દક્ષિણ બાજુ વારૂ) રૂ.૧૭.૧૮ લાખ, ચાવડા પી.ટી.(દક્ષિણ બાજુ વારૂ) રૂ. ૧૪.૧૮ લાખ, ઈમરજન્‍સી રીપેરીંગ વર્ક ઓફ જગેડી એમ.આઈ.સ્‍કીમ રૂ.૧૮.૦૦ લાખ ધ્રોલ તાલુકાના પરમેનેન્‍ટ રેસ્‍ટોરેશન ઓફ ગઢડા સી.ડી.(દેન ધુનાવાળું) રૂ.૩.૩૭ લાખ, ગઢડા સી.ડી.(અર્જુનસિંહ વાડી પાસે) રૂ.૧૨.૯૧, રીનોવેશન એન્‍ડ રેઇઝિંગ ટુ ભેંસદડ પી.ટી. રૂ. ૪૪.૦૨ લાખ  કાલાવડ તાલુકાના રીપેરીંગ ઓફ ફલડ સી.ડી કમ કોઝવે માટે રૂ. ૧.૦૬ લાખ, પરમેનેન્‍ટ રેસ્‍ટોરેશન ઓફ મોટા પાંચદેવડા પી.ટી. (દિનેશભાઈ રણછોડભાઈની વાડી પાસે)રૂ.૫.૭૪ લાખ, નવાગામ પી.ટી.(ગોરડિયા વોકળાવાળું) માટે રૂ.૧૫.૬૩ લાખ, નવાગામ પી.ટી.(ભોવાનભાઈ દેવારજની વાડી પાસે) રૂ. ૭.૧૮ લાખ, પ્રોવાઈડીંગ સર્વિસ ઓફ ડેરી આઉટ સર્વે વર્ક, પ્રીપેરેશન ઓફ એસ્‍ટીમેન્‍ટ ફોર ટીએન્‍ડ ડ્રાફટ, એસ. ટેન્‍ડર પેપર ફોર એપ્‍લીકેશન ઓફ મેઈન કેનાલ, માઈનોર-૧ ઓફ પાંચદેવડા માઈનોર ઈરીગેશન સ્‍કીમ માટે રૂ.૧.૨૭ લાખ ખર્ચની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.  તદુપરાંત શિડ્‍યૂલ કાસ્‍ટ કમ્‍પોનન્‍ટ હેઠળ હાથ ધરવાના કામોને સૈદ્ધાંતિક મંજુરી હેઠળ ધ્રોલ અને જોડિયાના કામોમાં ધ્રોલ તાલુકાના વાકિયા ઓફ પી.બન્‍ડ (ઉંડ નદી કાંઠે) રૂ. ૧૩.૮૦ લાખ, ખેંગારકા સી.ડી.(ખોડીયાર માતાજીના મંદિર પાસે) રૂ.૫.૬૬ લાખ, તેમજ જોડિયા તાલુકાના ફલડ ડેમેજ રીપેર ઓફ ડોબર કોઝવે એટ વિલેજ જોડિયા રૂ.૮.૫૭ લાખના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.      

 રીપેરીંગ એન્‍ડ સ્‍ટ્રેન્‍ધનીંગ વર્ક ઓફ ચેકડેમ હેઠળ જામનગર, જોડિયા,ધ્રોલ અને કાલાવડના નીચે મુજબના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. જેમાં જામનગર તાલુકાના એફ.ડી.આર.ટુ.રામપર સી.ડી. (રમેશભાઈ ડાંગરના ખેતરની બાજુમાં) રામપર રૂ.૭,૩૦,૪૯૭, સપડા સી.ડી.(સિદ્ધિ વિનાયક મંદિર પાસે) સપડા રૂ.૫,૩૩,૯૬૮, સી.ડી. ચંદ્રાગા (ઓરિયા વારુ) રૂ.૭,૨૭,૫૫૮, ખોજા બેરાજા સી.ડી. નં.૩(હોથીભાઈની વાડી પાસે) રૂ.૭,૩૭,૮૧૧, અલીયા સી.ડી.(મચ્‍છુમાતાના મંદિર પાસે) રૂ.૧૦,૧૯,૦૫૪, બાલંભડી સી.ડી.(સસોઈ નદી પર) બાલંભડી રૂ.૨૯,૧૨,૩૧૫, બેડ સી.ડી. બેડ રૂ.૧૧,૬૪,૯૮૫ તેમજ ધ્રોલ તાલુકાના હમાપર સી.ડી. ૨(કાથડ શિયાળની વાડી પાસે) રૂ.૩,૮૪,૬૪૫, હમાપર સી.ડી.૧(કાથડ શિયાળની વાડી પાસે) રૂ.૪,૭૮,૨૩૬,હમાપર સી.ડી.(ધુનાડીવાળો) રૂ.૧૪,૫૬,૨૪૭ હમાપર સી.ડી. ૩ (મનુભાઈ કાથડની વાડી પાસે) રૂ.૬,૦૫,૩૧૭, માણેકપર સી.ડી. (નથુ પ્રેમજીની વાડી પાસે) રૂ. ૭,૭૬,૪૦૭, વાકિયા સી.ડી. રૂ. ૧૭,૩૧,૪૮૦ના કામો તથા કાલાવડ તાલુકાના એફ.ડી.આર.ટુ. નાની વાવડી સી.ડી.(નાની વાવડી)રૂ.૫,૩૩,૫૫૯ જીવાપર સી.ડી. (નારણ બાવાની વાડી પાસે) રૂ. ૧૧,૬૫,૦૦૫, ચેલાબેડી પી.ટી.(કડાવારુ) રૂ. ૧૪,૫૫,૭૭૨, નાગપુર સી.ડી. રૂ. ૧૪,૫૬,૦૫૦, સોરઠા (વિજયરિયા ધુના વાળું) રૂ. ૧૪,૫૫, ૯૬૨ના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

(11:38 am IST)