સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

મોરબી ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ કથામાં પત્રકારોનું સતશ્રીના વરદ્દ હસ્‍તે ખેસ પહેરાવી સન્‍માન

     મોરબી જિલ્લામાં પાટીદાર પરીવારમાં અંધ,અશક્‍ત,નિરાધાર ૨૪૬ જેટલા વ્‍યક્‍તિઓ છે જેના જીવન નિર્વાહ માટે ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા માસિક એક હજાર રૂપિયા ઉપરાંત રાશન કીટ, કપડાં, દવા વગેરે અર્પણ કરવામાં આવે છે એ રીતે જીવન નિર્વાહ કરવામાં આવે છે પણ સ્‍વ.ઓ.આર.પટેલનું સ્‍વપ્ન હતું કે મોરબીમાં નિરાધાર જરૂરિયાત મંડો માટે એવું કંઈક નિર્માણ કરી જ્‍યાં આસરો મળી રહે એવું સ્‍થાપત્‍ય નિર્માણ કરવાનું બીડું પોપટભાઈ કગથરા પ્રમુખ, ગોપાલભાઈ ચારોલા ઉપ પ્રમુખ વગેરે ટ્રષ્ટીઓએ ઝડપ્‍યું લજાઈ પાસે ભીમનાથ મહાદેવની બાજુમાં ૪૦ વિઘા જમીનમાં ૮૦ રૂમ ધરાવતું અને ૨૦૦ નિરાધાર લોકોનો સમાવેશ થઈ શકે એવું એ.સી.જેવી અદ્યતન સુવિધા ધરાવતું બાર કરોડની માતબર રકમના બજેટવાળું માનવ મંદિરનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે. ત્‍યારે માનવતાના આ મહા યજ્ઞમાં આર્થિક યોગદાન આપનાર પાંચ લાખથી ઉપર દાન આપનાર ૧૨૫ જેટલા દાતા અને પચાસ હજારથી પાંચ લાખ સુધીનું દાન આપનાર ૩૫૦ જેટલા દાતાઓના સન્‍માર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે.૨૧ મી મેં ૨૦૨૨ ના રોજ સાંજે ૬.૩૦ વાગ્‍યે રવાપર ગામે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરેથી મુખ્‍ય પોથી સહિત ૧૫૧ પોથી સાથે ભવ્‍ય અને દિવ્‍ય, જાજરમાન પોથીયાત્રાની પધરામણી બાદ દરરોજ રાત્રે ૮.૩૦ વાગ્‍યે કથાના -ારંભે ૧૦ થી ૧૨ જેટલા દાતાઓનું વિશિષ્ટ બહુમાન કરાય છે કથા વિરામના સમયે દરરોજ વક્‍તા સતશ્રી દ્વારા ૫૧ હજારથી પાંચ લાખ સુધીના દાતાઓનું સન્‍માન કરવામાં આવે છે. ૨૧ થી ૩૧ મેં ૨૦૨૨ સુધી અગિયાર દિવસ સુધી રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦  સુધી ચાલનાર સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્‍મોત્‍સવ, શ્રવણ યાત્રા,સીતારામ વિવાહ,કેવટ પ્રસંગ,ભરત મિલાપ,શબરી -સંગ, રામેશ્વર પૂજન, રામ રાજ્‍યાભિષેક વગેરે પ્રસંગો  યોજવામાં આવે છે એમ સમસ્‍ત મોરબી પંથકના લોકોને કથા શ્રવણનો લાભ લેવા હજારો લોકો પધારે છે અને કથાના તળતીય દિવસે મોરબીના તમામ પત્રકાર બિરાદરોનું સ્‍વામીજીના હસ્‍તે ખેસ પહેરાવી સન્‍માન કરાયું હતું.

(1:39 pm IST)