સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th June 2021

બલદાણા પાસે ૩૧ાા લાખનો દારૂ ઝડપાયો

વઢવાણ,તા. ૨૫: અમદાવાદ-રાજકોટ હાઈવે ઉપર બલદાણા ગામના પાટીયા પાસેથી એલ.સી.બી.ની ટીમે રૂ.૩૧લાખથી વધુના અંગ્રજી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે.

આ અંગેની વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગર એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી બલદાણા ગામના પાટીયા પાસેથી પસાર થતા ટ્રકનં. આર.જે ૨૯ જી.એ.૮૯૪૨ની તલાશી લેતા પ્લાસ્ટીકની કોથળીમાં ભરેલ ભુસાની આડમાં જુદીજુદી બ્રાન્ડનો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.૩૧,૪૮,૮૭૫ની કિંમતના ૮૩૯૭ બોટલ અંગે્રજી દારૂ ઉપરાંત રૂ.૧૫,૦૦,૦૦૦ની કિંમતનો ટ્રક, રોકડા રૂ.૬૭૮૦, મોબાઈલ ફોન-૪, રાઉટર-૧ વિગેરે મળી કુલ રૂ.૪૬,૬૮,૬૫૫નો મુદામાલ જપ્ત કરી ટ્રકના ડ્રાઈવર હનુમાન રામ વિરમારામ તથા કલીનર ટીકમારામ ભીયારામની અટક કરી પુછપરછ કરતા રામરામ ચૌધરી નામના હરીયાણાના શખ્સે દારૂનો જથ્થો ભરાવ્યો હોવાનું કબુલ્યુ હતુ. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

(11:51 am IST)