સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th June 2021

અમરેલીના સરસીયા ગામમાં ઝઘડો થતા લાગી આવતા ઝેરી દવા પીતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.રપ : ધારી તાલુકાના સરસીયા ગામે રહેતા રોહીતભાઇ નાગજીભાઇ બોરીચા (ઉ.વ.ર૭)ને ગામના દિલીપ ચીથર ખીમસુરીયા સાથે ઝઘડો થયેલ હોય. જેથી પોતાની લાગી આવતા તા.રર-૬ના પોતાના ઘરે ઝેરી દવા પી જતા રાજકોટ સરકારી દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજતા જીજ્ઞેશભાઇ નાગજીભાઇ બોરીચાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ફરિયાદ

જાફરાબાદમાં રહેતા મહેશભાઇ જીવણભાઇ બારૈયા (ઉ.વ.૩૦)ને મનોજ ઉર્ફે ટાઇગર કાળુ ચુડાસમા સાથે અગાઉ માર મારીની ફીરયાદ થયેલ હતી. જે મનદુઃખ રાખી મહેશભાઇને ગાળો બોલી ધમકી આપ્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારામારી

અમરેલી તાલુકાના વાંકીયા ગામે બજારમાં ગાળો બોલવા પ્રશ્ને બે જુથવચ્ચે સામ સામી મારામારી થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

એક પક્ષે રસીીલાબેન ભનુભાઇ વડેચા ઉ.વ.૬૦ને બજારમાં ગાળો બોલવાની ના પાડતા દિનેશ કુરજીભાઇ જુવાદરીયા, કનુ કુરજી, મુકેશ ધીરૂ અને સાગર દિનેશ જુવાદરીયાએ દુકાને આવીને માર મારીને ધકકો મારીને પછાડી ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જયારે સામા પક્ષે દિનેશભાઇ કુરજીભાઇ જુવાદરીયા ઉ.વ.પ૦ને મુકેશ રવજી, મેહુલ કિશોર, ગૌરવ હકા, વિશાલ ભનુ વડેચાએ લાકડી અને ઢીકા પાટુ વડે મારમાર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:55 pm IST)