સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th June 2021

ધ્રોલનાં લૈયારીની સીમમાં બોરીઓની આડમાં લવાતો પ.પ૦ લાખનો દારૂ-બિયર જપ્ત

ટોરસ ટ્રક સહિત રૂ. ર૭.પ૪ લાખના મુદામાલ સાથે ર ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. રપ :.. જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમમાં દારૂ-બીયર સહિત રૂ. ર૭.પ૪ લાખના મુદામાલ સાથે ર શખ્સોને  ઝડપી લઇને પ્લાસ્ટીકના દાણાની બોરીમાં છૂપાવીને લવાતા દારૂનો પર્દાફાશ થયો છે.

જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના તથા એલ. સી. બી.ના પો. ઇન્સ. એસ. એસ. નિનામા નાઓ માર્ગદર્શન મુજબ એલ. સી. બી. સ્ટાફના પો. સ. ઇ. કે. કે. ગોહીલ તથા પો. સ. ઇ. આર. બી. ગોજીયા તથા પો. સ. ઇ. બી. એમ. દેવમુરારીની અલગ અલગ ટીમો બનાવી જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ-જૂગારના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન એલ. સી. બી.ના ભગીરથસિંહ સરવૈયા, સંજયસિંહ વાળા તથા અજયસિંહ નાઓને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, ધ્રોલ તાલુકાના લૈયાર ગામના યાસીન ઉર્ફે મોટો હાજીભાઇ સુમરા તથા જામનગર ગુલાબનગરના કાસમ અબ્દુલભાઇ ખેરાણી તથા ઇમરાનભાઇ ખેરાણી ત્રણેય જણાએ ભાગીદારીમાં બહારથી ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવી લૈયરા ગામની પાછળના ભાગે આવેલ ચેક ડેમ પાસે ખરાબામાં ટ્રક નં. જી.જે. ૧૮ એયુ ૮૩૭૮ માંથી દારૂનું કટીંગ કરી પોતાના અલગ અલગ ગ્રાહકોને વેચવાના છે. અને હાલમાં ઇગ્લીશ દારૂનું કટીંગ ચાલુ છે. તેવી ચોકકસ હકિકત મળતા એલ. સી. બી. અલગ અલગ ટીમો બનાવી રેઇડ કાર્યવાહી કરતા આરોપીઓ (૧) હુસેનભાઇ ઉર્ફે બાવ અકબરભાઇ બ્લોચ રહે. ગુલાબનગર તાડીયા હનુમાન મંદિર પાસે, જામનગર (ર) સલીમભાઇ ઉર્ફે વસીમ દાઉદભાઇ પઠાણ રહે. અલીયાબાડા હબીબનગર, હુસેની ચોક, તા. જી. જામનગર નાઓ પકડાઇ ગયેલ છે.

પોલીસે દારૂની બોટલ નંગ ૮૦૮ કિ. રૂ. ૩,ર૩,ર૦૦, બીયર ટીન ર૩૬૩ કિ. રૂ. ર,૩૬,૩૦૦, ટોરસ ટ્રક નંબર જી.જે. ૧૮ એયુ ૮૩૭૮ કિ. રૂ. ૧૦,૦૦,૦૦૦, મોબાઇલ ફોન ૩ કિ. રૂ. પ૦૦૦, પ્લાસ્ટીકનના દાણા ભરેલ બોરીઓ નંગ પ૯પ કિ. રૂ. ૧૧,૯૦,૦૦૦ સહિત મુદામાલ જપ્ત કર્યો તેમજ દારૂમા આરોપીઓ (૧) યાસીનભાઇ ઉર્ફે મોટો હાજીભાઇ ખેરાણી (ર) કાસમભાઇ અબ્દુલભાઇ ખેરાણી (૩) ઇમરાનભાઇ ખેરાણી તથા દારૂ સપ્લાય કરનારને અટક કરવાના બાકી છે. જેઓ વિરૂધ્ધમાં એ. એસ. આઇ. હરપાલસિંહ સોઢાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો. સબ. ઇન્સ. કે. કે. ગોહીલનાઓએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

મજકૂર બન્ને આરોપીઓએ ટ્રકમાં દમણ મુકામેથી પ્લાસ્ટીકના દાણાની બોરીની વચ્ચે ટ્રકમાં સંતાડેલા ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. એસ. એસ. નિનામા નાઓની સુચનાથી પો. સ. ઇ. કે. કે. ગોહીલ તથા પો. સ. ઇ. આર. બી. ગોજીયા પો. સ. ઇ. બી. એમ. દેવમુરારી તથા એલ. સી. બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, નાનજીભાઇ પટેલ, યશપાલસિંહ જાડેજા, શરદભાઇ પરમાર, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, હરદિપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, નિર્મળસિંહ  એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, એ. બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:55 pm IST)