સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th June 2021

મોરબી કોરોના મુકત બનાવાથી ખૂબ નજીક બે દર્દી સ્વસ્થ, હવે માત્ર ૪ એકટીવ કેસ

મોરબી,તા. ૨૫: મોરબી જીલ્લો કોરોના મુકત બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે જીલ્લામાં આજે પણ કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી જયારે બે દર્દીઓ સ્વસ્થ થયા છે.

જીલ્લાના તમામ પાંચ તાલુકામાં રાહત જોવા મળી છે આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી જયારે મોરબી તાલુકામાં વધુ ૦૨ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં હવે એકટીવ કેસનો આંક માત્ર ૦૪ રહ્યો છે અને મોરબી જીલ્લો જલ્દીથી કોરોના મુકત બની જશે તેવી આશા સેવાઈ રહી છે.

(1:31 pm IST)