સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th June 2021

પોરબંદર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ડિગ્રી સર્ટીફીકેટ ના પ્રશ્નોના ઉકેલ આવે નહીં તો ઉગ્ર આંદોલન ની ચીમકી આપતા ગુજરાત અને એમ.એસ.યુ.આઈના વાઇસ પ્રેસિડેન્ટ તીર્થરાજ બપોદરા

સને 1917 થી આજથી વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી :કુલપતિની રજૂઆતમાં ત્રણ દિવસનું અલ્ટીમેટમ

પોરબંદર : ગુજરાત અને એમ.એસ.યુ.આઈના વાઇસ પ્રેસિડેન્ટ તીર્થરાજ બપોદરા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માં 2017 થી આજ દિન સુધી વિધાર્થી કે જે ગ્રેજ્યુએટ થયેલા છે તેવા વિધાર્થી ઓ ને ડીગ્રી સર્ટિફિકેટ ન મળવા બાબત. કુલપતિની રજૂઆત કરીને ત્રણ દિવસમા આ પ્રશ્નોના ઉકેલ આવે નહીં તો ઉગ્ર આંદોલન ની ચીમકી આપી છે.જય હિન્દ જય ભારત સાથ જણાવાનું કે હાલ આપણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માં હજારો વિધાર્થીઓ અભ્યાસ કરો રહ્યાં છે અને એમાંથી ઘણાં વિધાર્થીઓ ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે .

   પણ ગ્રેજ્યુએટ થયાં ના 3 વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે છતાં પણ આવા વિધાર્થીઓ ને ડીગ્રી સર્ટિફિકેટ મળેલ નથી આવી ઘણી રજુવાત મારે ધ્યાને આવી છે મારી ટિમ પોરબંદરએમ.એસ.યુ.આઈ તેમજ જુનાગઢ એમ.એસ.યુ.આઈ અને મેં પણ આપ શ્રી ને ઘણી રજુવાત કરેલ છે પણ આ બાબતે કોઈ ઉકેલ આવેલ નથી. હાલ કોલેજો દ્વારા ડીગ્રી સર્ટિફિકેટ માટે ની ફી કે જે 350 રૂપિયા છે તે પણ લઈ લેવામાં આવી છે છતાં પણ આટલો સમય વીતી ગયેલ હોવા છતાં વિધાર્થી ને ડીગ્રી સર્ટિફિકેટ મળેલ નથી. હાલ યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ ડીગ્રી સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે પણ તે સર્ટિફિકેટ અમુક પ્રાઇવેટ કંપની દ્વારા માન્ય રાખવામાં આવતા નથી. જેથી આજે આ પત્ર ના માધ્યમ થી આપને હું 38 કલાક નું અલ્ટીમેટમ આપું છું આપ આ બાબતે નિર્ણય કરો. અને ડીગ્રી સર્ટિફિકેટ ની તારીખ જાહેર કરો.. અન્યથા મારે મારી ટિમ સાથે આગામી દિવસોમાં યુનિવર્સિટી ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી એમ.એસ.યુ.આઈના વાઇસ પ્રેસિડેન્ટ તીર્થરાજ બપોદરા આપી છે.

(8:12 pm IST)