સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th June 2022

ભાવનગરમાં કોરોનાના વધુ ૧૧ પોઝિટિવ કેસ

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૨૫ : ભાવનગરમાં કોરોનાએ તેજ ગતિ પકડી છે. જિલ્લામાં ૧૧ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં નવ કેસ નોંધાયા છે. જેમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ છે.

આ ઉપરાંત શહેરના બોરડીગેટ, આનંદનગર, સરીતા સોસાયટી વિગેરે વિસ્‍તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્‍યમાં ઘોઘા અને મહુવામાં કોરોના બે કેસ નોંધાયા છે. હવે ભાવનગરના ઘોડાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા વધીને ૭૧ થવા પામી છે.

(12:37 pm IST)