મોરબી લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા
સરણીયાવાસ પાસે બાઇકમાં ૪ બોટલ દારૂ સાથે ગૌરાંગપરી પકડાયો
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : મોરબીના લાતી પ્લોટમાં નસીબ અજમાવતા ૪ પત્તાપ્રેમીઓને એ-ડિવીઝન પોલીસે ઝડપી લીધા હતા.
મોરબી સીટી એ-ડિવીઝન પોલીસની ટીમે લાતી પ્લોટ શેરી નં. ૨/૩ વચ્ચે સિકંદર ઉર્ફે બોડીગાર્ડ દાઉદભાઇ શેખ, ઇરશાદ ઇકબાલભાઇ ત્રાયા, સમીર ખમીશા કાતીયાર તા સોયબ ઓસમાણભાઇ નકુમને જાહેરમાં ગંજી પત્તા રમતા રોકડા રૂા. ૪૪૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.
તેમજ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસની ટીમ શકિત ચેમ્બર-૧ની સામે સરાણીયાવાસ પાસે પેટ્રોલીંગમાં હતી એ દરમિયાન આરોપી ગૌરાંગપરી ઉર્ફે ગૌરવ ભુપતપરી ગોસ્વામી હીરો સીડી ડીલકસ મો.સા. નં. જીજે૩૬એડી-૪૩૮૦ વાળામાં પસાર થતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નં. ૪ કિં. રૂા. ૧૪૦૦ મળી આવતા તેની ધરપકડ કરાઇ હતી