સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

ઉનાઃ મછુન્દ્રી નદીમાં આવેલી મગરો હૂમલો કરે તે પહેલા પકડી લેવા માગણી

ઉના તા. રપ :.. દેલવાડામાં નદીમાં બે મગર જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો. વન વિભાગ દ્વારા મગરને પકડી ડેમમાં છોડવા તેવી માંગણી  ઉઠી છે.

દેલવાડા ગામની સીમમાં પસાર થતી મછૂન્દ્રી નદીમાં વિશાળ મહાકાય મગર નદી કાંઠે ત્થા પાણીમાં તરતી જોવા મળતા લોકો જોવા ઉમટી પડયા હતા અને નદીમાં નાહતા અને કપડા ધોતી મહિલામાં ભય ફેલાયો હતો આ મગર તાજેતરમાં ભારે વરસાદ થી જંગલમાં આવેલ મછૂન્દ્રી ડેમ ઓવરફલો થતા તણાઇને આવી છે. અગાઉ ઉનામાં મોદ્રેશ્વરના કાંઠે, શાહ બાગ પાસે ધુળકોટીયા પાસે મગર જોવા મળી હતી એક મગર તો ઉના શહેરમાં ચંદ્ર કિરણ સોસાયટી વાડી વિસ્તારમાં આવી ગઇ હતી.

વન વિભાગ દ્વારા નવાબંદર, દેલવાડા, ઉના ખાપટ, જુડવડલી, ફાટસરા, દ્રોણ સુધી નદીમાં રેસ્કયુ કરી જે મગર બહાર આવી છે. તેને પકડી પાછી મછૂન્દ્રી ડેમમાં છોડવા માગણી ઉઠી છે. કોઇ માનવી ઉપર હૂમલો કરે તે પહેલા મગરને વન વિભાગ પકડી લેશે ખરૂ.

(11:57 am IST)