સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

તળાજાના મોટાધાણા ગામે મોકળિયાણી માતાના મંદિરમાંથી તસ્કરો દાનપેટી જ ઉઠાવી ગયા

બે બુકાનીધારી બે સીસીટીવી કેમેરામાં કેદ

ભાવનગર, તા.૨૫: ભાવનગર જિલ્લાના તળાજાના મોટાધાણા ગામે ભમ્મર આહીર પરિવાર ના મોકળિયાણી માતાજી નું મંદિર આવેલુ છે.આ મંદિર ને નિશાચરો એ રાત્રિના બે વાગે નિશાન બનાવી બે નાસ્તિક તસ્કરો દાન પેટી ઉઠાવી ગયા હતા.દાન પેટીમા અંદાજે પંચાશી હજાર ની રકમ ની અજાણ્યા ઇસમો ચોંરી કરી ગયાની પૂજારી એ ફરિયાદ નોંધાવી છે.

દાઠા પોલીસ તાબાનીચે આવતા મોટાદ્યાણા ગામે આવેલ મોકળિયાણી માતાના મંદિર ના પૂજારી જશુગીરી વિરગીરી ગૌસ્વામી ઉ.વ ૩૩ એ નોંધાવેલ ફરિયાદ મા ગત.તા ૧૩ની રાત્રીએ ૮.૩૦ કલાકે મંદિર બંધ કરી ને ઘરે ગયેલ. બીજા દિવસે ૧૪/૯ ના રોજ સવારે ૪.૩૦ કલાકે આવેલ.તે સમયે મંદિર ની દાન પેટીગુમ થયેલ નું જણાતા સરપંચ ભોજાભાઈ ને વાત કરતા આગેવાનો સહિત દોડી આવેલ.

મંદિર ના સીસીટીવી કેમેરા ચેક કરતા બે બુકાની ધારી તસ્કરો પેટી ચોરીને જતા હોય તે કેદ થયેલ. જેનેલઈ આજે દાઠા પોલીસ મથકમાં પેટીની અંદર ૮૫૦૦૦/ની અંદાજીત રકમ ની બે અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સૂત્રોએ જણાવ્યું હતુંકે પોલીસ ચોરીના દિવસેજ સવારે જાણ થતાં તપાસ અર્થે દોડી આવેલ હતી.

(11:46 am IST)