સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

જુનાગઢ ભાજપના કોર્પોરેટરોએ ઝુંપડપટ્ટી બાબતના આંદોલનને ટેકો આપેલ નથી

જુનાગઢ, તા.રપઃ  ઝુપડપટ્ટીના પ્રમુખ લાખાભાઇ પરમાર એક યાદીમાં જણાવે છે કે વોર્ડ નં. ૧પ મોટા ભાગનો તમામ ઝુપડપટ્ટી વિસ્તાર છે. વોર્ડ નં. ૧પ ના ઉમેદવારો ઝુપડપટૃીના નામે મત લઇ મતદારોને મુર્ખ બનાવે છે. વોર્ડ નં.૧પ ના સભ્યો સ્વ. ડાયાભાઇ કટારાનું મૃત્યુ થતા તેઓને બાદ કરવામાં આવે છે. બાકીના રહેતા વોર્ડ નં. ૧પ ના ૩ સભ્યો બ્રિજેશાબેન ધુધલ, જીવાભાઇ સોલંકી અને મધુબેન ઓડેદરા આ બધા ભાજપના કોર્પોરેટરો ઝુપડપટ્ટી રેગ્યુલાઇઝના સત્યાગ્રહ આંદોલનને કોઇ ટેકો આપેલ નથી કે ૮પ દિવસોથી ચાલતા આ સત્યાગ્રહ આંદોલનની મુલાકાત પણ લીધેલ નથી. કે કે કોઇ અધિકારીઓને ઝુપડપટ્ટી રેગ્યુલાઇઝની કોઇ લેખીત કે મૌખિક રજુઆત કરેલ નથી. ઉપરોકત ભાજપના કોર્પોરેટરોને માત્ર ઝુપડપટ્ટી વિસ્તારના લોકોના મતથી જ મતલબ છે. તેઓના હકક અધિકારની જમીની લડાઇમાં રસ નથી તેવું દેખાઇ આવે છે.

વોર્ડ નં.૧પમાં આવતા વિસ્તારો નીચે મુજબ છે.

(૧) દાતા સામેનો મુસ્લીમ વિસ્તાર (ર) બાબુ મુસાની વાડીઓ મુસ્લીમ વિસ્તાર (૩) સામે કાળવા વોકળાનો વિસ્તાર (૪) દિન દયાળનગર (પ) બોલ્ડીંગ વાસ (૬) ગીતા ટોકીઝ સામેનો વિસ્તાર (૭) કડીયા કુંભાર વિસ્તાર (૮) રબારી વિસ્તાર (૯) કડીયાકુંભાર વિસ્તાર (૧૦) રબારી વિસ્તાર (પંચેશ્વર) (૧૧) રોહિદાસ પરા દેવખાણ (૧ર) ડો. આંબેકડરનગર (દલિત, કોળી, મુસ્લીમ વિસ્તાર) (૧૩) કર્મચારીનગર (૧૪) રાજીવનગર-૧, (દલીત અને રબારી વિસ્તાર), (૧પ) રાજીવનગર-ર (દલીત, મુસ્લીમ, કોળી વિસ્તાર) (૧૬) પાઠકનગર (કોળી અને દલિત વિસ્તાર) (૧૭) હુડકો પોલીસ લાઇન પાછળ દેવીપૂજર- શરાણીયા વિસ્તાર (૧૮) લિરબાઇપરા-૧ (રબારી અને મહેર તથા કડીયા કુંભાર વિસ્તાર) (૧૯) લિરબાઇપરા-ર (મહેર સમાજ) (ર૦) રાયકાનગર-૧ (ર૧) રાયકાનગર-ર (કોળી, કુંભાર, રબારી સમાજ) (રર) વ્રજ વિહાર સોસાયટી.

વોર્ડ નં. ૧પમાં રર ઝુપડપટ્ટી વિસ્તારો આવે છે તે રરના મતથી ભાજપના કોર્પોરેટરો ચૂંટાયેલા છે. તેમ છતાં ઝુપડપટ્ટીના પ્રશ્ને એક પણ શબ્દ બોલતા નથી.

(11:48 am IST)