સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

ભારત બંધના એલાનને વાંકાનેર માર્કેટ યાર્ડનું સમર્થનઃ સંપુર્ણ બંધ

વાંકાનેર યાર્ડ તેમજ એપીએમસી સંચાલીત બકાલા માર્કેટ બંધ

વાંકાનેર:કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી કાયદા પસાર કર્યા છે જેના વિરોધમાં આજે ભારતમાં જુદાજુદા ૨૫૦થી વધુ ખેડુત સંગઠન દ્વારા ભારત બંધનું એલાન જાહેર કરાયું હતુ જે ભારતબંધના એલાનને વાંકાનેર યાર્ડના કમીશન એજન્ટ, વેપારીઓ તેમજ યાર્ડના ચેરમેન દ્વારા સમર્થન આપવામાં આવેલ છે અને આજે વાંકાનેર યાર્ડને સંપુર્ણ બંધ રાખવામાં આવ્યુ છે

ખેડૂત વિરોધી બીલના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને વિવિધ ખેડૂત સંગઠનોનો ટેકો મળી રહ્યો છે ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કમીશન એજન્ટ અને વેપારીઓએ બંધને સમર્થન આપ્યું છે અને આજે વાંકાનેર યાર્ડ તેમજ એપીએમસી સંચાલીત બકાલા માર્કેટ બંધ રાખવામાં આવી છે તેમજ ખેડુતોને ઉપયોગી દવાઓનું વેચાણ કરતા વેપારીએએ પણ તેની દુકાનોને બંધ કરાખેલ છે

 આ ઉપરાંત જીલ્લા પંચાયત મોરબીના ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ફાતુબેન શેરશીયા, વાંકાનેર યાર્ડ ચેરમેન શકીલ પીરઝાદા સહિતના અગ્રણીઓએ પણ ટેકો જાહેર કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જે ખેડૂત વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું છે તેના કારણે ખેડૂતોને નુકસાન થશે તેની સાથોસાથ માર્કેટિંગ યાર્ડ પણ ભાગી જવાના છે અને કોર્પોરેટ બે-ચાર કંપનીઓના હાથમાં સમગ્ર કારોબાર આવી જશે જેથી ખેડૂતોને નુકસાન થશે અને ખાસ કરીને ખેડુતોને ભાવમાં પણ બહુ મોટી નુકશાની સહન કરવી પડેશે તેવુ વાંકાનેરના ખેડુત આગેવાનોએ કહેલ છ

(12:18 pm IST)