સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

ભાવનગરમાં ગ્રીનસીટી રંગ લાવી રહી છે

કલાનગરી ભાવનગર કલાક્ષેત્રે તો આગળ છે જ પરંતુ હવે લીલોતરી- હરીયાળી ક્ષેત્રે પણ ગુજરાતનું નં.૨ ગ્રીનસીટી બની ગયું છે. ૫ જુન ૨૦૧૧થી સ્થપાયેલ ગ્રીનસીટી સંસ્થાના દેવેનભાઈ શેઠ એ 'વન મેન શો'ની જેમ એકલા હાથે આજ સુધીમાં શહેરમાં આશરે ૨૫૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષરોપણ કરી તેની અંગત કાળજી લઈ સ્વ.મહેનતથી વૃક્ષોનો ઉછેર કરી તેને મોટા કર્યા છે. દેવેનભાઈ જાતે રોજ ૧ કલાક સવારે છોટા હાથી ટેમ્પો લઈને વૃક્ષોને પાણી પાવા જાય છે. તેમની આ તન- મન અને ધનથી પર્યાવરણ માટેની સેવા હવે ભાવનગરમાં હરીયાળી રૂપે રંગ લાવી રહી છે. શહેરનો એરપોર્ટ રોડ તથા રબ્બર ફેકટરીથી માધવ દર્શનનો રોડ તો હરીયાળીના બેનમુન નમુના સમાન બની ગયા છે.

(2:32 pm IST)