સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

ભુજ-દાદર સ્પેશિયલ ટ્રેન વિરમગામ સ્ટેશન પર રોકાશે

પ્રતિદિન 00.56 વાગ્યે વિરમગામ પહોંચશે અને ભુજ માટે 00.58 વાગ્યે ઉપડશે

ભુજ : પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેન નંબર 09116-09115 ભુજ-દાદર સ્પેશિયલ ટ્રેનને 27 સપ્ટેમ્બર 2020 થી વિરમગામ સ્ટેશન પર સ્ટોપૅજ પ્રદાન કરવામાં આવ્યું છે.

 ટ્રેન નંબર 09116 ભુજ - દાદર સ્પૅશિયલ ટ્રેન 27 સપ્ટેમ્બરના રોજ 03.47 વાગ્યે વિરમગામ પહોંચશે અને 03.49 વાગ્યે દાદર માટે ઉપડશે. રીટર્નમાં આ ટ્રેન નંબર 09115 દાદર-ભુજ સ્પેશિયલ પ્રતિદિન 00.56 વાગ્યે વિરમગામ પહોંચશે અને ભુજ માટે 00.58 વાગ્યે ઉપડશે.

(8:52 pm IST)