સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th September 2021

ખંભાળિયાના એક્ટિવિસ ચંદુભાઈ ને નગ્ન ફેરવવાના કેસમાં એક આરોપી ભારાભાઈ એ આપઘાત કરતા ચાર સામે ફરિયાદ નોંધાતા જેલ હવાલે રહેતી જીવીબેન ને જમીન આપતી કોર્ટ

ખંભાળિયા : અંત્રના RTI એકટીવીસ ચંદુભાઈ ને નગ્ન હાલતમાં ફેરવવાના કેસમાં ના એક આરોપી ભારાભાઈએ આપઘાત કરતા તે અંગે ચાર સામે નોંધાયેલી ફરિયાદના સંદર્ભેમાં જેલ હવાલે રહેલ જીવીબેને જામીન વમાટે અરજી કરતા કોર્ટ દ્વારા તેમને જામીન અપાય છે.વિસ્તૃત વિગતો મેળવાય રહી છે

ખંભાળીયામાં તા.૦૧/૧૨/૨૦૨૦ નાં રોજ ખંભાળીયા ના રહેવાસી અને આઈ.ટી.આઈ. એકટીવીસ ચંદુભાઈ અરજનભાઈ ની નગ્ન હાલતમાં આખા ગામમાં ફેરવતા અને પછી પોલીસ ચોકીએ લઈ જતા તે બાબતે સમગ્ર ગુજરાતમાં ગંભીર પ્રત્યાધાતો પડેલા હતાં. અને તે ફરીયાદના અનુસંધાને ખંભાળીયા ના પ (પાંચ) અલગ અલગ વ્યકિતઓની સામે એફ. આઈ. આર . થયેલી હતી. અને આ ગુન્હામાં પોલીસ દ્રારા રાખેલી બેદરકારીના કારણે ૮ (આઠ) પોલીસમેન ને સસ્પેન્ડ કરેલા હતાં. અને જે તે વખતે આ પ્રકરણ સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલુ હતું. અને તે અન્વયે આરોપી તરીકે અલગ અલગ પ વ્યકિતઓને લાંબો સમય જેલમાં પણ રહેવુ પડેલુ હતું.

તે આરોપી પૈકી ભારાભાઈ જોધાભાઈ ભોજાણી પોરબંદરની ઓસ્યોનીક હોટલમાં ઉતરી અને ત્યાં દવા પીને આપધાત કરી લેતા તે અન્વયે ચંદુ અરજનભાઈ રુડાચ તથા ભોલા અરજનભાઈ રુડાચ તથા જીવીબેન અરજનભાઈ રુડાચ તથા રશ્મીબેન ચંદુભાઈ રુડાચ સામે પોલીસ દ્રારા એફ. આઈ. આર. ફાડી ચારેય આરોપીઓને જેલ હવાલે કરેલા હતાં. અને જેલમાંથી જ જીવીબેન અરજનભાઈ રુડાચ દ્રારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે જામીન અરજી કરી અને વિગતવાર દલીલ કરી જણાવેલ કે, ચંદુભાઈ ને ફરીયાદી તેમજ આરોપી દ્રારા નગ્ન હાલતમાં ખંભાળીયામાં ફેરવ્યા હોય અને તે અંગેનો કેસ પેન્ડીંગ હોય અને તેથી બદલો લેવાના ઈરાદે સાવ ખોટી ફરીયાદ ઉભી કરેલી હોય અને ખરેખર બનાવ સંબંધે હાલના અરજદારને કાંઈ લાગતુ વળગતુ ન હોય અને તે ખુબ જ મોટી ઉમરના હોય અને એફ. આઈ. આર. ના આક્ષેપ મુજબ વારંવાર પૈસા માંગતા હોવાના કારણે ગુજરનારે આપધાત કરેલો હોય પરંતુ અરજદાર જીવીબેન ગુજરનારને ઓળખતા પણ ન હોય, મળેલ પણ ન હોય અને ૭૦ વર્ષ નાં વયોવૃધ્ધ વ્યકિત હોય અને માંડ માંડ હાલી શકતા હોય તેથી બનાવ સંબંધે કાંઈ જાણતા ન હોય પરંતુ ચંદુભાઈ ની સામે બદલો લેવાના ઈરાદે સાવ ખોટી ફરીયાદ કરેલી હોય તે સંબંધે વિગતવાર દલીલ કરતા તે અન્વયે ડીસ્ટ્રીકટ જજ શ્રી સૈયદ મેડમ દ્રારા પોલીસ પેપર્સ તથા એડવોકેટની દલીલ ઘ્યાને રાખી શરતોને આધીન જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડો. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.

(9:22 pm IST)