ઓખા પાલિકાના પ્રમુખ પદે ઉષાબેન ગોહેલ, ઉપપ્રમુખ કાદરભાઈ મલેક
કારોબારી ચેરમેન રાજુભાઈ કોટક, પક્ષના નેતા મુકેશભાઈ પાંજરીવાલા અને દંડક તરીકે કેશુભાઈ હાથલ સહિત ભાજપના હોદેદારોની જાહેરાત
(ભરત બારાઈ દ્વારા) ઓખા, તા. ૨૫ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકામાં આજે બપોરે ભાજપના હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ઉષાબેન ગોહેલ અને ઉપપ્રમુખ તરીકે કાદરભાઈ મલેકના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે દેવભૂમિ દ્વારકા ભાજપના મહામંત્રી યુવરાજસિંહ બનેસિંહ વાઢેરને પાઠવેલ અધિકાર પત્રમાં પાંચ નામોની જાહેરાત કરવામાં આવી છે.
પ્રમુખ-ઉપપ્રમુખ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે રાજુભાઈ છોટાલાલ કોટક અને પક્ષના નેતા તરીકે મુકેશભાઈ કાનજીભાઈ પાંજરીવાલા તથા ભાજપના દંડક તરીકે કેશુભા લખુભા હાથલના નામની જાહેરાત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પાલિકામાં ભાજપનું શાસન આવ્યા બાદ આજે ભાજપના હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેને ઓખાના નગરજનોએ આવકારી છે અને નવનિયુકત હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી.