સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th October 2021

પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને શ્રમ-રોજગાર અને પંચાયત વિભાગના અધિકારીઅોની જુનાગઢમાં સમીક્ષા યોજાઇ

જૂનાગઢ તા. ૨૫ : પંચાયત, શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને પંચાયત શ્રમ-રોજગાર તેમજ ગ્રામ્ય વિકાસ વિભાગના જૂનાગઢ જિલ્લાના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

ફરેણી ખાતે યોજાયેલ બેઠકમાં પંચાયત મંત્રીશ્રીએ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બેરોજગારોને રોજગારી આપવા તૈયાર કરાયેલ અનુબંધમ પોર્ટલ તેમજ શ્રમિકોને વિવિધ સરકારી યોજનાના લાભો આપવા ઇ-શ્રમિક નોંધણીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ શ્રમિકોની નોંધણીમાં ઝડપ લાવવા સાથે વધુમાં વધુ શ્રમિકોની નોંધણી થાય તે અંગે અધિકારીઓને મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી પ્રેરણાથી ગો-ગ્રીન નો નવો આયામ સરકાર લાવશે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, શ્રમિકોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત કામના સ્થળે હોસ્ટેલની સુવિધા આપવા સહિતના શ્રમિકલક્ષી પગલા લેવામાં આવી રહ્યા છે. મંત્રીશ્રીએ અધિકારીઓને સરકારની પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણમાં માનવીય અભિગમ સાથે કાર્યરત રહેવા અધિકારીઓને સ્પષ્પણે જણાવ્યું હતું. તેમણે ઔધોગીક તાલીમ સંસ્થામાં કાર્યરત વિવિધ ટ્રેડ અને તાલીમ સાથે તેમાં નવા સુધારા કરવાથી તાલીમાર્થીઓને વધુ ઉપયોગી થવાના સુચનો પણ મુળવ્યા હતા.

આ બેઠકમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ, અગ્રણી સંજયભાઇ કોરડિયા, અશોક ભટ્ટ, જિલ્લા રોજગાર અધિકારી, શ્રમ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ઔધોગીક તાલીમ સંસ્થાના પ્રીન્સપાલ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:19 pm IST)