સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

ભાવનગરમાં ૧ ડિસેમ્બરે મતદાન કરવા ૫૦થી વધુ મોટા યુનિટ રજા આપશે

ગુજરાતમાં મતદાનના દિવસે લેવાયો મોટો નિર્ણય : મતદાન માટે કર્મચારીઓને ૨ કલાકની રજા મળશે, અનેક ઔદ્યોગિક યુનિટોએ મતદાન માટે મોટો નિર્ણય કર્યો છે

ભાવનગર, તા.૨૩ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે ભાવનગરમાં કર્મચારીઓને મતદાન માટે ૨ કલાકની રજા આપવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગરમાં મતદાન કરવા માટે અનેક ઔધોગિક યુનિટોએ કર્મચારીઓ માટે રજા જાહેર કરી છે. જેમાં ૧ લી ડિસેમ્બરે મતદાન કરવા ૫૦ થી વધુ મોટા યુનિટ રજા આપશે. જ્યારે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવેલા વરતેજ અને ચિત્રા gidc ના કારખાનેદારો રજા આપશે. કર્મચારીઓ રજા દરમ્યાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ભાવનગરમાં મતદાન માટે કર્મચારીઓને ૨ કલાકની રજા મળશે. અનેક ઔદ્યોગિક યુનિટોએ મતદાન માટે મોટો નિર્ણય કર્યો છે. ૧ ડિસેમ્બરે મતદાન કરવા ૫૦થી વધુ મોટા યુનિટ રજા આપશે. જેમાં વરતેજ અને ચિત્રા ય્ૈંડ્ઢઝ્રના કારખાનેદારો રજા આપશે. કર્મચારીઓ રજા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

અમદાવાદના ૨ લાખ કર્મચારીઓને મતદાન માટે રજા આપવામાં આવશે. ૧૫ હજાર નાની-મોટી ઈન્ડસ્ટ્રીઝ પોતાના કર્મચારીઓને આ દિવસે મતદાન માટે રજા આપશે. જ્યારે કેટલીક ઈન્ડસ્ટ્રીઝમાં ૨ કલાક માટે પણ મતદાન માટે કર્મચારીઓને રજા અપાશે. શહેરની નરોડા, વટવા, નારોલ અને કઠવાડા ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં કર્મચારીઓને મતદાન દિવસે મતદાન માટે  રજા અપાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. તારીખ ૧ અને ૫ ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે. જેનું ૮ ડિસેમ્બરે પરિણામ આવશે. ત્યારે તમને જણાવી દઇએ કે, ૫ ડિસેમ્બરના રોજ અમદાવાદ જિલ્લાનું મતદાન યોજાશે. આથી, અમદાવાદમાં મતદાન માટે કર્મચારીઓને રજા અપાશે.

(7:25 pm IST)