સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

ધ્રાંગધ્રા સુન્‍ની ઘાંચી જમાતનું ગૌરવ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૪ : ધ્રાંગધ્રા સન્‍ની ઘાંચી જમાતનું ગૌરવ વધારતી ધ્રાંગધ્રાની દીકરી તાજેતરમાં શ્રી એચ.એન.શુક્‍લા, હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પદવી મેળવી સમગ્ર જીલ્લાનું નામ રોશન કર્યું છે.

સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના મુસ્‍લિમ સમાજના અગ્રણી તેમજ એડવોકેટ યુનુસભાઇ ઇસ્‍માઇલભાઇ મકવાણાની દીકરી ડોકટર, મુસ્‍કાન મકવાણા જેઓને તાજેતરમાં જ રાજકોટ ખાતે યોજાયેલ અટલ બિહારી વાજપેયી ઓડીટોરિયમ, રાજકોટ ખાતે શ્રી એચ.એન. શુકલા, હોમિયોપેથિક મેડિકલ કોલેજના પદવી સભારંભ આ પદવી સભારંભમાં મહાનુભાવોના હસ્‍તે ડોકટર. મુસ્‍કાન હોમિયોપેથીકની પદવી સન્‍માન પત્ર સાથે પ્રાપ્‍ત કરતા સમગ્ર જીલ્લા સહિત ધ્રાંગધ્રાનું નામ રોશન કર્યું હતું.

(10:12 am IST)