સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

વિસાવદરમાં કાલે ભુપેન્દ્રભાઇ પટેલની જાહેરસભા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.ર૪ : વિસાવદર - ભેંસાણ વિધાનસભાની બેઠક પરના ભાજપના ઉમેદવાર હર્ષદભાઇ રીબડીયાના સમર્થનમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની જાહેરસભાનું આગામી તા.રપ શુક્રવારના રોજ બપોરે ર કલાકે વિસાવદર ગૌશાળાના વિશાળ પટાંગણમાં ભારતીય જનતા પાર્ટી પરિવાર ૮૭ વિસાવદર વિધાનસભા બેઠક દ્વારા આયોજન કરવામાં આવેલ હોવાનું જાહેર કરાયું છે.

(11:59 am IST)