સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

મોરબી જિલ્લામાં પોલીસ જવાનોનું પોસ્‍ટલ બેલેટથી મતદાન

 મોરબી  : મોરબી માળીયા બેઠક અને વાંકાનેર કુવાડવા બેઠક, ટંકારા પડધરી એમ મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક માટે અલગ અલગ જગ્‍યાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્‍ટલ બેલેટથી મતદાન કરવાની સઘન વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી જેમાં મોરબી બેઠક માટે એસપી કચેરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જો કે આ મતદાન દરમિયાન ચૂંટણી તટસ્‍થતાથી અને ન્‍યાયીક તેમજ ગોપનીયતા જળવાઈ રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. પોલિંગ સ્‍ટાફ દ્વારા દરેક સ્‍થળે મત કુટિર ઉભી કર્યા બાદ મોરબી બેઠક માટે ૪૦૦, ટંકારા બેઠક માટે ૨૦૦ અને વાંકાનેર બેઠક માટે ૫૧ પોલીસ કર્મચારીઓએ મતદાન કર્યું હતું.

(1:24 pm IST)