સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

રતનપર વોરા પેટ્રોલપંપના પાર્કીંગમાં રાખેલ અલ્‍ટોમાંથી દારૂ કબ્‍જે

એક ઇસમને ઝડપી પાડતી જોરાવરનગર પોલીસ

વઢવાણ,તા. ૨૫ : રતનપર વૌરા પેટ્રોલપંપના પાર્કીંગમાં એક સફેદ કલરની અલ્‍ટો ગાડી પડેલ હોય અને તેમા ઇંગ્‍લીશ દારૂ ભરેલ છે અને આ ગાડીમા હાલે ઇમરાનભાઇ ફતેમહંમદભાઇ ભટ્ટી રહે.રતનપર મીલની ચાલી વાળો બેઠેલ છે અને તે ગાડીમા ભરેલ ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો સગેવગે કરવાની ફીરાકમાં છે જે હકીકત આધારે રેઇડ કરી આરોપી ઇમરાનભાઇ મિયાણા ઉ.વ.૩૧ રહે.કબ્રસ્‍તાન પાસે તા.વઢવાણ વાળાને સફેદ કલરની અલ્‍ટો ગાડી રજી નં.GJ 13 | 139 વાળીમાંથી ઇંગ્‍લીશ દારૂની અલગ-અલગ બ્રાન્‍ડની બોટલ નંગ-૧૬ કિ.રૂ.૬,૪૦૦/- તથા અલ્‍ટો ગાડી રજી નં.GJ 13 N 0139 કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૧,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમજ સદરહુ મુદ્દામાલ પકડાયેલ ઇસમ ઇમરાન તથા નાશી ગયેલ ઇસમ દેવરાજભાઇ મગનભાઇ આલાણી રહે.રતનપર માનવધર્મ આશ્રમ પાસે તા.વઢવાણ વાળાઓ પાર્ટનરશીપમા લાવેલ હોય તેઓ બન્ને ઇસમો વિરૂધ્‍ધ આગળની કાયદેસર કાર્યવાહી જોરાવરનગર પોલીસે હાથ ધરેલ છે. 

(10:56 am IST)