સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

લીંબડીના બોડીયા ગામે ૪૩ હજારનો દારૂ મળી આવ્‍યો

સુરેન્‍દ્રનગર, તા., ૨૫: વિધાનસભા ચુંટણી અન્‍વયે લીબડી પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન હકીકત મેળલ કે દિવ્‍યરાજસિંહ ઉર્ફે ભુરો દિલીપસિંહ ઉર્ફે દીલાવરસિંહ રહેવર  કારડીયા રાજપુત રહે. બોડીયા વાળાએ વનરાજસિંહ ઉમેદસિંહ રહેવર રહે. બોડીયા  હાલ રહે. ચોટીલાવાળાના વંડામાં આવેલ વાદળી કલરના દરવાજા વાળા બાથરૂમમાં વિદેશી દારૂનો જથ્‍થો સંતાડી રાખી વિદેશી દારૂનું વેચાણ કરે છે તેવી હકીકત મળેલ હોય જેથી રેઇડ કરતા કુલ બોટલો નંગ-૧૦૮ કી. રૂા. ૪૩,૨૦૦ નો મુદામાલ રાખી મજકુર આરોપી હાજર મળી આવેલ ન હોય લીંબડી પો.સ્‍ટે. ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલસીબી ટીમ સુરેન્‍દ્રનગરના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ત્રિવેદી પો.સબ ઇન્‍સ. વી.આર. જાડેજા એ.એસ.આઇ. એન.ડી.ચુડાસમા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા પો.કોન્‍સ. ગોવિંદભાઇ આલાભાઇએ ટીમ દ્વારા બાતમી આધારે સફળ રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે.

(10:59 am IST)