સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

સાયલાના ઢીંકવાળી ગામે બે યુવકો પર હૂમલો

વઢવાણ,તા. ૨૫: સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં કારણ વગર અપશબ્‍દો બોલવા પ્રશ્ને વિધાનસભાની ચૂંટણી પહેલા જ મારામારી થતા સાયલા પોલીસ દ્વારા હાલ તાલુકા ગ્રામ્‍યમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્‍યું છે.સામાન્‍ય બાબતે થયેલા ઝગડા બાબતે નથુ બાવળીયા અને દિલીપ મશરુભાઇને મારામારીમાં ઇજા થતા પ્રથમ સાયલા સરકારી દવાખાને તેમજ ત્‍યાંથી સુરેન્‍દ્રનગર હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.

ધજાળા પોલીસ સ્‍ટેશનથી બારૈયા વાડીએ જતા હતા, તે સમયે તે જ ગામના વિજય તેમજ ગરાંભડીના મુકેશ ધનજીભાઇ નામના શખ્‍સોને માથાકૂટ થવા પામી હતી. કારણ વગર ગાળો દેતા હતા તે સમયે  કારમાં સાત શખ્‍સો લાકડીઓ સાથે ઘસી આવ્‍યા હતા ઢીંકવાળીની આ ઘટના અંગે સાત શખ્‍સો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ધજાળા ગામના ત્રણ શખ્‍સો લીંબાભાઇ તળશીભાઇ ગોરધનભાઇ બારૈયા તેમજ એમ.કે.ઇસરાણીને ગણતરીના સમયમાં જ પોલીસે ઝડપી લીધા હતા.

(11:11 am IST)