સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

લોધીકા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં લોકોના અણઉકેલ પ્રશ્‍નો મુદ્દે મતદારોનો અલગ મિજાજ?

 

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૨૫ : લોધિકા તાલુકા ના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોના અનેક પ્રશ્નનો ? જેના કારણે મતદારોમાં જોવા મળી રહેલ મોન વચ્‍ચે કંઈક અલગ મિજાજ?

મતદારોનુ અકળ મોન તોડવા માટે તમામ પાર્ટી લાગાવી રહી છે એડીચોટીનું જોર લોધિકા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારની અંદર તમામ પક્ષના ઉમેદવારો એ ધીમી ગતીએ તેમનો ચુંટણી પ્રવાસ પૂર્ણ કરી લિધો છે પરંતુ મતદારોનું મન કળવા માં એકપણ પક્ષના ઉમેદવારોને સફળતા મળેલ નથી જનતા કંઈક નવું જ કરવાના મુડમાં હોય તેવો મિજાજ જોવા મળી રહેલ છે.

પ્રજામાં અંડર કરંટ જોવા મળી રહેલ છે તાલુકાના ખેડૂતો મારી સર્વે જમીન માપણીનો મુખ્‍ય પ્રશ્નન એક ખેડૂતની જમીન બીજા ખેડુતની જમીનમાં કોઈ બીજા ખેડૂતમાં ભળી ગયાની અનેક રજૂઆતો હોવા છતાં આ પશ્નોનો નિકાલ હજુ સુધી આવેલ નથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વસ્‍તીના પ્રમાણમાં રહેવા માટે ઘરનુ ઘર બનાવવા માટે ૧૦૦ ચોરસ વાર પ્‍લોટની માંગણીના વર્ષો જૂના પ્રશ્નનો નવા ગામ તળની મંજુરીના પ્રશ્ર્નો રૂડા વિસ્‍તારના ગામોના વિકાસના પ્રશ્ર્નો તેમજ ઔદ્યોગિક વિસ્‍તારના નજીકના ગામો મેટોડા રાતૈયા ખીરસરા વાજડી વડ સહીતના ગામોના ખેડૂતોને ઔદ્યોગિક એકમોના પ્રદુષિત પાણીથી ખેતીના પાકને થતી નુકસાની તેમજ મોટી નદી તેમજ વાડી વિસ્‍તારોમાં પ્રદુષિત પાણી ના કારણે પશુપાલન તેમજᅠ ખેત મજૂરી કરતા લોકો તેમજ ખેડૂતોને પીવાના પાણીની ખુબ મુશ્‍કેલી ઉભી થઇ રહેલ છે જેની અનેક વાર તાલુકાના આ ગામોના ખેડૂતોએ પોલ્‍યુશન બોર્ડને લેખીતમાં રજુઆતો કરેલ છે તે ખેડૂતોનો મુખ્‍ય પ્રશ્નનો છે જેનું નિરાકરણ આજ સુધી આવેલ નથી.

 

(11:20 am IST)