બે જીલ્લામાંથી હદપાર શખ્સને રૂરલ એસ.ઓ.જી.એ ઝડપી લીધો
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૫ : પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તરફથી વિધાનસભા ચૂંટણી શાંતિપુર્ણ પસાર થાય તે અન્વયે જીલ્લામાંથી હદપાર કરેલા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર કે.બી.જાડેજાની સુચના મુજબ તથા પો.સબ.ઇન્સ બી.સી.મિયાત્રા તથા કે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી બ્રાંચના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકિકત આધારે ભાડલા પોલીસ સ્ટેશનના ભંડારીયા ગામના સંજય બાવકુભાઇ સોલંકી જાતે.દેવીપુજક ઉવ.૩૨ રહે. ભંડારીયા તા.જસદણ વાળાને રાજકોટ શહેર,સુરેન્દ્રનગર તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાંથી હદપાર કરેલ હોવા છતાં હાલમાં આ ઇસમ પોતાના રહેણાંક મકાન પાસે હોવાની હકિકત આધારે તપાસ કરતા હાજર મળી આવતા આરોપી વિરૂધ્ધ ભાડલા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.