લુવારાનો શખ્સ પાસા તળે જેલ હવાલે
અમરેલીઃ સાવરકુંડલા રૂરલ પો. સ્ટે.ના પો. ઇન્સ. જે. એન. પરમારએ પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા ઇસમ શાંતીભાઇ વિક્રમભાઇ બોરીચા, ઉ.વ. ૩પ, રહે. લુવારા, તા. સાવરકુંડલા, વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ. આવા દારૂના ધંધાર્થી ઇસમની સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણાએ દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટનું ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ ની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા વોરંટની બજવણી કરી, વડોદરા મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં મોકલી આપેલ છે.