ધોરાજી પંથકમાં સભાઓ ગજવતા વિજયભાઇ રૂપાણી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.રપઃ ૭પ ધોરાજી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઇ પાડલીયાના ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલએ ગુજરાતના સ્ટાર પ્રચારક ગણાતા પુર્વ મુખ્યમંત્રી અને પંજાબ ચંદીગઢના પ્રભારી વિજયભાઇ રૂપાણીને ધોરાજી ખાસ મોકલવામાં આવ્યા છે.
પ્રથમ સવારે ૧૦ કલાકે સુપેડી ખાતે સહકારી સંસ્થાના આગેવાનો સાથેની સભા બપોરે ધોબી સમાજની વાડી ખાતે ધોરાજી તાલુકાના પેજ પ્રમુખ અને કમીટી મેમ્બરોની સભા લેશે બાદ સાંજે ધોરાજી ભારતીય જનતા પાર્ટી કારેલી ખાતે શહેરના પેજ પ્રમુખો અને કાર્યકર્તાઓની સભા લેશે.
સાંજે ૭ વાગ્યે ધોબી સમાજ ખાતે સમસ્ત જૈન સમાજની સભામાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને સ્ટાર પ્રચારક વિજયભાઇ રૂપાણી ખાસ હાજરી આપી સભાને સંબોધન કરશે.
આ સાથે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા જિલ્લા મહામંત્રી મનીષભાઇ ચાંગેલા મનસુખભાઇ રામાણી નાદાનભાઇ ચાવડા તેમજ શહેર અને તાલુકા ભાજપના હોદેદારો સાથે રહેશે. સફળ બનાવવા બાબતે રાજકોટ જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.