News of Friday, 25th November 2022
વિસાવદરમાં કાલે કિરીટ પટેલ-રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં બક્ષીપંચ મોરચાની બેઠક
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૫ : વિસાવદર-ભેંસાણ વિધાનસભા મતક્ષેત્રના ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયાના સમર્થનમા આવતીકાલે તા.૨૬ શનિવારના રોજ સુંદરબાગ ખાતે બપોરે ૩:૩૦ કલાકે બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ છે.જેમા સાંસદ રાજેશભાઇ ચુડાસમા તથા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે
(1:53 pm IST)