ભાજપ દ્વારા દ્વારકા જિલ્લાની બેમાંથી એક પણ બેઠક પર સતવારા સમાજને ટિકિટ ન અપાતા સતવારા સમાજ લાલઘુમ
જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષ કણઝારિયાનો સમાજના લોકોએ ઘેરાવ કર્યો
(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૫ : દ્વારકા જિલ્લા માં સતવારા સમાજ લાલઘુમ થયો છે. સતવારા સમાજના દ્વારકા જિલ્લા ની બન્ને બેઠકમાં કુલ ૭૦ થી ૭૫ હજાર જેટલા મતદારો છે છતાં ભાજપ દ્વારા દ્વારકા જિલ્લા ની બે માંથી એક પણ બેઠક પર સતવારા સમાજ ને ટિકિટ આપી નથી.
આમ આદમી પાર્ટી એ સતવારા સમાજના લખુભાઈ નકુમને ટિકિટ આપતા ભાજપની નીંદર હરામ થઇ છે.
ત્યારે દ્વારકા જિલ્લા સમસ્ત સતવારા સમાજની મીટીંગના નામે ભાજપનો પ્રચાર કરવા જતાં મામલો ગરમાયો હતો.
જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષ કણઝારિયા નો સમાજ ના લોકોએ ઘેરાવ કર્યો હતો.સમાજની મીટીંગ માં ભાજપ ની વાહ વાહ કરવા જતાં મામલો ગરમાયો હતો. સતવારા સમાજ ના અનેક લોકોએ હોબાળો કરતા મિટિંગ નો ફિયાસ્કો થયો હતો.આ ઘટના નો વિડિયો વાઇરલ થતાં આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે.