સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ઓચિંતા મોરબી પહોંચ્યા, ખાનગી મીટીંગ કરતા તર્કવિતર્ક.

મોરબી :ગુજરાત વિધાનસભા ચુંટણી નજીક છે અને મતદાન આડે હવે સપ્તાહ જેટલો સમય વધ્યો છે ત્યારે રાજકીય પક્ષોના પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યા છે મોરબી જીલ્લામાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં સ્ટાર પ્રચારકો સભા ગજવી રહ્યા છે ત્યારે આજે પ્રદેશ ભાજપ પ્રમુખ ઓચિંતા મોરબી મુલાકાતે આવતા અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે મોરબી આવ્યા હતા હેલીકોપ્ટર મારફત તેઓ મોરબી પહોંચ્યા હતા જ્યાં મોરબી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા તો મોરબી આવી ખાનગી મીટીંગ પણ કરી હતી જે મીટીંગમાં ભાજપના ઉમેદવાર, સાંસદો સહિતના આગેવાનો જોડાયા હતા.
પ્રદેશ પ્રમુખની ઓચિંતી મુલાકાતથી તર્ક વિતર્ક સર્જાયા છે સામાન્ય રીતે મોટા ગજાના નેતાઓની મુલાકાત કે સભા અંગે પત્રકારોને અગાઉ જાણ કરાતી હોય છે પરંતુ સી આર પાટીલની મુલાકાત અંગે કોઈ જાણ કરી ના હતી એટલું જ નહિ સી આર પાટીલે ખાનગી મીટીંગ કરતા રાજકારણ ગરમાયું છે અને તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે.

   

(6:31 pm IST)