સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

સુત્રાપાડા તાલુકાના કદવાર ગામ નજીક ખોડિયાર મંદિરથી હિરાકોટ બંદર સુધીના રસ્તાનુ ઉદ્ધાટન

1 કરોડ 65 લાખ ના ખર્ચે ૧૨૦૦ મીટર સી સી રોડ નુ ઉદ્ધાટન થતા બંદર ના લોકો ના વર્ષો જુના પ્રશ્ર્ન નો ઉકેલ આવેલ

પ્રભાસ પાટણ : સુત્રાપાડા તાલુકાના હિરાકોટ બંદરના રસ્તાનો વર્ષો જુનો પ્રશ્ર હતો અને આ રસ્તા ને કારણે બંદરના લોકો ખૂબજ હેરાન પરેશાન થતાં હતા આ ખરાબ અને સાકડા રસ્તા ને કારણે વાહનોના અવરજવર માટે મુશ્કેલી પડતી જેથી માછલી ભરેલા વાહનો કાઢવામાં હાલાકી વેઠવી પડતી જ્યારે લોકો બિમાર પડે ત્યારે ૧૦૮ પણ આવી શકતી નથી અને ચોમાસામાં રસ્તા મા પાણી ભરાવાને કારણે બાળકો ભણવા પણ જય શકતા નથી આ બાબતે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર દ્વારા વારંવાર લેખીત અને મોખિક તેમજ ગાંધીનગર રૂબરૂ જય અને રજુઆતો કરી અને આ રસ્તો મંજૂર કરાવેલ જેથી આ બંદર ના તમાંમ આગેવાનો એ ઉદ્ધાટન પ્રસંગે ગોવિંદભાઈ પરમાર અને જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર નો આભાર વ્યક્ત કર્યો હતો

   આ  રસ્તો ૧ કરોડ અને ૬૫ લાખ ના ખર્ચે મંજૂર થયેલ છે અને ૧૨૦૦ મીટર સી સી રોડ બનશે જેથી પાણીથી રોડ ખરાબ નહિ થાય અને લાબો સમય ટકી રહેશે

  આ રોડ નુ ઉદ્ધાટન ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, જીલ્લા પંચાયતના સભ્ય બાબુભાઈ પરમાર, સુત્રાપાડા મામલતદાર,હિરાકોટ બંદર કોળી સમાજના પટેલ શાન્તિ ભાઈ વંશ,ઉપ પટેલ રતિલાલ બામણીયા, મંત્રી પ્રકાશભાઈ સોલંકી, પૂર્વ પટેલ લાલજીભાઈ સીકોતરીયા,ભીડીયા કોળી સમાજના પટેલ રમેશભાઇ બારૈયા, જેન્તીભાઇ વરજાગ ભાઈ સોલંકી,બોટ એસોસિયેશનના પ્રમુખ લક્ષ્મીકાંત સોલંકી, સુત્રાપાડા બંદરના કોળી સમાજના પટેલ શાન્તિ ભાઈ, જીવાભાઈ, રમેશભાઇ અને અન્ય આગેવાનો પંચાયતના સભ્યો પ્રેમજીભાઈ બામણીયા, પ્રેમજીભાઈ સોલંકી,આગેવાન નથુભાઈ સોલંકી, કમલેશભાઈ સોલંકી, એકતા મુશલીમ સમાજ ના પટેલ અયુબભાઇ, ફકીરા ભાઈ, ઈસ્માઈલ ભાઈ,અનવર ભાઈ સહિતના આગેવાનો અને હિરાકોટ બંદરના લોકોએ હાજરી આપી હતી અને આ રસ્તાનુ ઉદ્ધાટન થતા તમામ બંદરના લોકોએ ઉત્સવ મનાવેલ હતો 

(12:12 am IST)