સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th January 2023

પોરબંદરમાં 74 ગણતંત્ર દિવસની ઉજવણી કરવા માટે શિયાળાની કડકડતી ઠંડીમાં યુવાનો મધ દરિયે ત્રીરંગો લહેરાવી રાષ્ટ્ર ગીત ગાઈ સલામી આપી

પોરબંદરઃ  શિયાળાની કડકડતી ઠંડીમાં યુવાનો મધ દરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્ર ગીત ગાઈ સલામી આપી છે. છેલ્લા 20 વર્ષથી ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ પર પોરબંદરના દરિયામાં ધ્વજવંદન કરવામાં આવે છે.

મળતી માહિતી મુજબ આજના દિવસે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કેટલાક લોકો આજના દિવસે અલગ- અલગ થીમ રાખીને પણ આ ખાસ પર્વેની ઉજવણી કરતા હોય છે. પોરબંદરમાં 74 ગણતંત્ર દિવસની ઉજવણી કરવા માટે શિયાળાની કડકડતી ઠંડીમાં યુવાનો મધ દરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્ર ગીત ગાઈ સલામી આપી છે. છેલ્લા 20 વર્ષથી ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ પર પોરબંદરના દરિયામાં ધ્વજવંદન કરવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં શ્રીરામ સ્વીમિંગ ક્લબના સભ્યો 23 વર્ષથી ધ્વજવંદન માટે આયોજન કરે છે.જેમાં સંસ્થાના મેમ્બરો અને પેરાસ્વીમરો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને પેરાસ્વીમરો દરિયામાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

(4:31 pm IST)