સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

વીરનગર માં ખેતરમાં ઉપાડેલ જીરૂના પાકને અજાણ્યા શખ્સોએ સળગાવી નાખતા ખેડૂતને ૪ લાખનુ નુકશાન

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા. ર૬ : વીરનગરનગરમાં રહેતા સંજયભાઈ જયંતીભાઈ ખુટની વાડી મા ઊપાડેલ જીરુ નો પાક કોઈ અજાણ્યા શખ્સો એ સળગાવી દેતા ચાર લાખની નુકસાન થયું સવાસો મણ જીરુ પાક સળગાવી દેવામાં આવ્યું છે.

સંજયભાઈ જણાવ્યું હતું કે અમે દસ વાગ્યે વાડી એ હતાં અમે જીરૂ નો પાક ના ઢગલો કરી ને કમ્પલીટ રાખ્યો હતો સવારે ટેકટર દ્વારા કાઢવાની કામગીરી કરવા ના હતાં પણ અમને વહેલી સવારે પાડોશી એ જાણ કરી તમારું જીરુ સળગે છે અમે ઘટના સ્થળે દોડી આવ્યા હતા  પણ અમારા હાથ મા માત્ર રાખ આવી અમારે અંદાજે ચાર લાખ ની નુકસાન સહન કરવાની આવી છે અમારા કોઈ દુશ્મન પણ નથી અમારી વાડી આજુબાજુ ઊભેલા છતાંય અમારા પાક ને સળગાવી દેવામાં આવ્યો અમારી સીઝન ની મહેનત એળે ગય હતી આટકોટ પોલીસ ને જાણ કરી હતી અને જેમણે તપાસ કરવા આવી રહી છે   કોઈ અજાણ્યા શખ્સો એ આ વાડીમા જીરુ નો પાક સળગાવી દેતા નાનાં એવાં વીરનગરમાં ચર્ચા નો વિષય બની ગયો છે નાનાં ખેડુત પર આભ તુટી પડયું હોય, સ્થિતિ થઈ છે ગામના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા આગ બુજાવા ની કોશિશ કરી હતી પણ આગ વિકરાળ હતી    જીરુ નો પાક બળીને ભસ્મ થઇ ગયો હતો  તસવીરો કરશન બામટા આટકોટ.

(11:37 am IST)