મોરબી ત્રણ અલગ અલગ સ્થળેથી જુગાર રમતા બાર પતા પ્રેમીઓ ઝડપાયા
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૬ : મોરબી પોલીસ ટિમો પેટ્રોલીગમાં હોય ત્યારે બી ડિવિઝન અલગ અલગ બે સ્થળે દરોડા પાડી ૧૦ શખ્સોને ને તો એ ડિવિઝન બે પતા પ્રેમીઓને જુગાર આમ કુલ ત્રણ સ્થળેથી પોલીસ જુગાર રમતા ૧૨ શખ્સોને રૂપિયા ૪૭ હજારથી વધુની મતા સાથે ઝડપી લીધા હતા
મોરબીના બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિગમાં હોય ત્યારે બાતમી મળી હતી કે સીરામીક સીટી ૨ માં જાહેર જુગાર રમાય રહ્યો છે પોલીસ દરોડો પાડતા જુગાર રમી રહેલા સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કુવારીયા, દિનેશભાઇ ભરતભાઇ મઢવી, પ્રકાશભાઈ મનુભાઈ વરાણીયા, પ્રદીપભાઈ નારણભાઇ સિંહોરા, જયતિભાઈ પ્રભુભાઈ સનુરા અને પ્રવીણભાઈ ચુદુલાલ બાસકીયા સહિતના છ શખ્સોને રૂપિયા ૧૮૪૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા
તો બીજા બનાવમાં એ ડીવીઝન પોલીસને ટિમ રાતના સમયે પેટ્રોલીગ હોય ત્યારે વાવડી રોડ પર સરદાર ચેમ્બર પાસે ડિલક્ષ પાન ની દુકાન નજીક જાહેરમાં નોટ નબરીનો હાર જીતનો જુગાર રમતા નીલેશભાઈ ભવનભાઈ પાડલીયા અને ભુપતભાઇ રાઘવજીભાઈ આદ્રોજા ને રંગે હાથ ઝડપી ને રૂપિયા ૧૭૫૦૦ કબજે કર્યા હતા
તો ત્રીજા બનાવમાં બી ડિવિઝન પોલીસ ને ખાનગી રહે બાતમી મળી હતી કે સીરામીક સીટી બાજુમાં આવેલ ઉમિયાનગર માં આવેલ મેલડીમાતાજીના મંદિર ની બાજુમાં જાહેરમાં જુગાર રમ્યા રહ્યો છે ત્યાં પોલીસ દરોડો પાડતા જુગાર રમતા અશ્વિનભાઈ રમેશભાઇ કોળી, મુળજીભાઈ મનુભાઈ આડેસરા, રામજીભાઈ સવસીભાઈ સનુરા અને સમીરભાઈ છબીરભાઈ પલેજા સહિતના ચાર શખ્સોને ઝડપી રૂપિયા ૧૧૩૦૦ રોકડ કબજે કરી હતી.