સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

જન-જન સુધી માનવતાનો મહાસંદેશ પહોંચશે : પૂ. પારસમૂની મ.સા.

વર્ધમાન સ્થા.જૈન સંઘ-બોરીવલી સમસ્ત મહાજન દ્વારા મહાવીરનો મહાપ્રસાદ યોજનાનો પ્રારંભ

ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુની મ.સા.ના સુશિષ્ય સદ્દગુરૂ પૂ. શ્રી પારસમૂનિ મ.સા.ની સુમંગલ નિશ્રામાં તા.૨૫/૨ના શ્રી વર્ધમાન તથા જૈન સંઘ બોરીવલી મોટા ઉપાશ્રયના પ્રાંગણમાં સવારે ૮:૩૦ કલાકે સમસ્ત મહાજન સંસ્થા દ્વારા આયોજિત સંયોજક પરેશભાઇ શાહ આદિ સમસ્ત મહાજન સંસ્થાના કાર્યકરો દ્વારા આયુષ્યમાન કાઢો એવં તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી પ્રેમસૂરીજી મ.સા.ના આજીવન ચરણોપાસક આર્ચાય શ્રી કુલચંદ્રસુરિશ્વરજી (કે.સી.) મ.સા. પ્રેરિત ગુરૂ પ્રેમમિશ સંચાલિત ભોજનરથ 'મહાવીરનો મહાપ્રસાદ'નો બોરીવલીમાં શુભારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે નગરસેવિકા બીનાબેન દોશી, સંઘના ટ્રસ્ટી પ્રવિણભાઇ દોશી, દિનેશભાઇ દેસાઇ, અવં સંધ્યાબેન પારેખ, શાંતિભાઇ શેઠ, શાંભિાઇ સોમાણી, સંજયભાઇ તુરખીયા, સુધીરભાઇ શાહ, દિનેશભાઇ મહેતા, કલ્પનાબેન મહેતા, સંજયભાઇ ખખર, સમીર પંચમીઆ આદિ ઉપસ્થિત રહેલ.

નગરસેવિકા બીનાબેન દોશીએ ''કાઢાપીઓ કોરોના ભગાવો''ની આહલેક જણાવેલ

સદગુરૂદેવે જણાવેલ કે 'મહાવીરનો મહાપ્રસાદ'ની આયોજના દ્વારા સમસ્ત મહાજન સંસ્થા ભગવાન મહાવીરનો મહામાનવતાનો સંદેશ જન જન સુધી પહોંચાડી જગતને સાચા જૈનત્વના ભાવથી અમિભાવિત કરી રહ્યું છે. આ મહાનકાર્ય સદા-સર્વદા શ્રેયભાવ સાથે વૃધ્ધિવંત બને.

બોરીવલી સંઘમાં બે દિવસની સ્થિરતા દરમ્યાન સંઘ પ્રમુખ લતાબેન કામદાર, ટ્રસ્ટી જયકાંતભાઇ ચિતલયા, યોગીનગર સંઘ પ્રમુખ કિશોરભાઇ ગાંઠાણી, જયવંતભાઇ જોબલીયા, મણિકાંતભાઇ કોઠારી, અરવિંદભાઇ જોબલીયા, પરેશભાઇ દોઢીવાળા આદિ પદાધિકારી ગણ આવેલ.

પૂ. સદ્દગુરૂ તા. ૨૬/૨ના દહીંસર સંઘમાં, તા.૨૭/૨ના મીરારોડ સંઘમાં, તા.૨૮/૨ના પિયુષ પાણી, તા.૧/૩ ની મહાવીર ધામ, નાગેશ્વરધામ તા.૨/૩ના વાડા આત્મામાલિક ધ્યાન પીઠ- અધઇ, તા.૪/૩ના નંદીગામ- સીમંધર સ્વામી મંદિર, તા. ૫/૩ના વાપી, તા. ૬/૩ના વલસાડ પ્રાણધાભમ પધારવાના ભાવ રાખે છે.

ગુજરાત રત્ન પૂ. શ્રી સુશાંતમુનિ મ.સા. એવં સદ્દગુરૂદેવ- પૂ. શ્રી પારસમૂનિ મ.સા.નું આગામી ચાતુમાર્સ ગોંડલ ગાદી ઉપાશ્રયે નક્કી થયેલ છે.

(12:52 pm IST)