સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

જૂનાગઢ જિલ્લા જેલના પાકા કામના કેદીનું અવસાન : તપાસ કરાશે

જૂનાગઢ તા.૨૬: જામનગર જિલ્લાના અમરાપુર ગામના મુળુભાઇ પુંજાભાઇ જોગલ(ઉ.વ.૬૫) જૂનાગઢ જિલ્લા જેલના પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા હતા. પરંતુ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં તા.૧/૨/૨૧ના રોજ સારવાર દરમિયાન અવસાન થતા તેમની તપાસ જૂનાગઢ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને સોંપવામાં આવી છે.

આ કેસમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ,જૂનાગઢ વિભાગના આઇ.એ.એસ અંકિત પન્નુ તપાસ કરી રહ્યા છે. અને આગામી તા.૩/૩/૨૧ તથા ૪/૩/૨૧ના રોજ સવારે ૧૧ કલાકથી સાંજના ૫ કલાક સુધી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી,બીજો માળ,તાલુકા સેવા સદન,સરદાર બાગ,જૂનાગઢ ખાતે તપાસની કાર્યવાહી ચલાવવામાં આવશે. આ અંગે કોઇ વ્યકિતએ રજૂઆત કરવી હોય તો રૂબરૂ આધાર પુરાવાઓ સાથે ઉકત સ્થળે નિયતતારીખ અને સમયે રજૂઆત કરી શકાશે.

(12:55 pm IST)