સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

હવે પાલિકા -જીલ્લા -તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાશે : વિજયભાઇ રૂપાણી સાયલામાં

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૬: સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવવી રહી છે ત્યારે હવે ગણતરીના દિવસો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને બાકી છે ત્યારે આજે સાંજથી આચાર સંહિતાનો કડક અમલ કરાવવા માટે પાંચ વાગ્યા બાદ પ્રચાર-પ્રસારના કરવાના રહેશે ત્યારે સુરેન્દ્રનગર ખાતે દિગ્ગજ નેતાઓ ભાજપના સભા સરદ્યસ અને રેલીઓ યોજી રહ્યા છે ત્યારે પ્રચાર પ્રસારના છેલ્લા દિવસે આજે સાયલા ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કરવા પહોંચ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આજે શુક્રવાર સાંજતી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતા સાયલા તાલુકામાં પણ વેતરણી પારપાડવા રાજયના મુખ્યમંત્રી ચૂંટણી સભા સંબોધિ છે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય પક્ષો દ્વારા મતો અંકે કરવા પ્રચાર-પ્રસારનો ધમધમાટ શરૂ કર્યો છે અને ભાજપ-કોંગ્રેસ દ્વારા દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાને ઉતારી બેઠકો કબજે કરવા એડીચોટીનું જોરલગાવામાં આવી રહ્યું છે.

ત્યારે પહેલા ખાતે સભા સંબોધન દરમિયાન વિજયભાઈ રૂપાણી દ્વારા સ્ટેજ ઉપર ખુરશી ઉપર બેસીને જવાનું સંબોધન કરવામાં આવ્યું હજુ મોટી સંખ્યામાં સાયલા વાસીઓ આ સભામાં જોડાયા હતા ત્યારે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સાયલા ખાતે એક પણ વખત તાલુકા પંચાયતમાં ભાજપ પક્ષ જીત્યું નથી કોંગ્રેસ જીતી રહી છે ત્યારે કોંગ્રેસના ગઢ ના ગાબડા પાડવા માટે ખુદ વિજયભાઈ રૂપાણી મેદાને આવ્યા છે સભા સંબોધન કરી અને ભાજપને મત આપવા માટે ખુદ વિજયભાઈ રૂપાણીએ ચાલુ સભામાં સાયલા ની જનતા ને અપીલ કરી છે.

ભાજપ પક્ષે કરેલા કાર્યો ઉપર વિજયભાઇ રૂપાણીએ વધુ ભાર મૂકયો હતો અને મહાનગર પાલિકા બાદ હવે પાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માં પણ ભાજપ ભગવો લહેરાશે તેમ જણાવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ ભાઈ મકવાણાએ જણાવ્યું હતુ કે, જિલ્લામાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાશે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કુલ ૩૪૨ માંથી ૩૦૦થી વધુ સીટો ભાજપને આવશે તેઓ વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો છે ત્યારે ૨૮મી ફેબ્રુઆરીના દિવસે મતદાન યોજાનાર છે ત્યારે ૨ માર્ચે પરિણામ આવશે ત્યારબાદ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.

સુરેન્દ્રનગર ભાજપથી નારાજ સમાજના આગેવાનોને ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સમજાવવાનો પ્રયાસ હાથ ધરી અને કામે લાગવા માટે આહવાન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગમે તે સંજોગોમાં ભાજપ નો ભગવો લહેરાય તેવી આશા પર વિજયભાઈ રૂપાણી દ્વારા વ્યકત કરવામાં આવી છે.

(1:02 pm IST)