સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

વાંકાનેરમાં પાલિકાના ભાજપના ઉમેદવાર રાજ સોમાણીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

સોમાણીને ચૂંટણી પ્રચાર દરમિયાન હાલમાં કોરોના પોઝિટિવ આવ્યો

મોરબી,તા. ર૬ : મોરબી જિલ્લામાં  ભાજપના એક ઉમેદવારને કોરોના પોઝીટીવ આવ્યો હોવાના હેવાલ મળે છે આગામી દિવસોમાં હજુ કદાચ મોરબી જિલ્લાના કોરોના નવા કેસ સામે આવે તો નવાઈ નથી.  મોરબી જિલ્લામાં ત્રણ નગરપાલિકા, એક જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતની કુલ મળીને ૨૩૦ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે જેનું મતદાન આગામી તારીખ ૨૮ ના રોજ મતદાન થવાનું છે જો કે, વાંકાનેર નગરપાલિકાના વોડ નંબર-૫ ના ભાજપના ઉમેદવાર રાજ સોમાણીને ચૂંટણી પ્રચાર દરમિયાન હાલમાં કોરોના પોઝિટિવ આવ્યો છે તેવી  માહિતી મળી રહી છે અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા લોકો એકબીજાને મળ્યા હોવાથી કોરોના પોઝિટિવની સંખ્યા જે હમણાં કેટલા દિવસોથી કંટ્રોલમાં હોય તેવું જોવા મળતું હતુ તેને બદલે વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવે તો નવાઈ નથી.

(3:57 pm IST)